Connect Gujarat
ગુજરાત

પ્રાંતિજ: બાલીસણા ખાતે શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી

પ્રાંતિજ: બાલીસણા ખાતે શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી
X

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા ની તમામ સરકારી અને માન્ય ખાનગી પ્રાથમિક શાળાઓમાં શાળા સલામતી સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં છેલ્લા દિવસે બાલીસણા પ્રાથમિક શાળા માં ફાયર સેફટી તાલીમ નિદર્શન અને મોકડ્રીલ ના કાર્યક્રમો યોજાયા.

ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ગાંધીનગર ની સુચનાથી રાજય ની તમામ શાળાઓ માં એક અઠવાડિયા સુધી બાળકો ને ડીઝાસ્ટર પ્લાન વિષે વિસ્તૃત માહિતગાર કરવામાં આવ્યા હતા. જેમાં તા.૨૩-૯ થી ૨૭-૯ સુધી માં પ્રાંતિજ સહિત તાલુકા ની શાળા ઓમાં શાળા ના બાળકો ને ડીઝાસ્ટર પ્લાન વિષે વિસ્તૃત માહિતી આપવામા આવી હતી અને તો તાલુકા દીઠ ૧૦ અને કુલ-૮૦ માસ્ટર ટ્રેઇનર જૂન-૨૦૧૯ દરમ્યાન GlDM ખાતે તૈયાર કરવામાં આવ્યા છે.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="113036,113037,113038,113039,113040,113041,113042,113043,113044,113045,113046,113047,113048"]

જેમાં માસ્ટર ટ્રેઇનર દ્વારા શાળા દીઠ બે તજજ્ઞો ને તાલીમ આપવામાં આવી હતી તો આ તાલીમ માં ભૂંકપ, આગ, ફાયર શાળા ની આસપાસ ના જોખમો પૂર્વ તૈયારી અને મોકડ્રીલ જેવા વિષયો પર સભર તાલીમ આપવામાં આવી હતી. તો આ સિવાય બાકીની શાળા ઓમાં GSDMA દ્વારા આપવામાં આવેલા ચાર્ટ, પોસ્ટર કેલેન્ડર થકી ચિત્ર સ્પર્ધા, નિબંધ અને મોકડ્રીલ દ્વારા સમગ્ર કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતાં.

તો આ પ્રસંગે અધિક મુખ્ય કારોબારી અધિકારી વિકટર મેકવાન, પ્રાંતિજ-તલોદ પ્રાંન્ત અધિકારી સોનલબા પઢેરીયા , જિલ્લા પ્રાથમિક શિક્ષણાઅધિકારી મીતાબેન ગઢવી, પ્રાંતિજ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી નિતિનભાઇ પટેલ , તાલુકા પ્રાથમિક શિક્ષણાઅધિકારી કે.એન.મકવાણા ડીપીઓ ડીઝાસ્ટર કનુભાઇ પટેલ સરપંચ પ્રતિનિધિ વિનુભાઇ પટેલ , શાળાના આચાર્ય જગદીશભાઇ સુથાર, શાળા સ્ટાફ તથા ગ્રામજનોમોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

હિંમતનગર ફાયર અધિકારી દેવડા તથા પ્રાંતિજ ફાયર કર્મચારી મુકેશભાઇ પટેલ ને ઉપસ્થિત મહેમાનો ના હસ્તે પ્રમાણ પત્ર આપી ને સન્માનિત કરવામાં આવ્યા હતાં તો સમગ્ર કાર્યક્રમ નું સફળ એલાઉન્સ મેન્ટ ભાવના બેન મોદી દ્વારા કરવામાં આવ્યું હતું .

Next Story