Connect Gujarat
દેશ

પ્રિયંકા ચોપરા ભારત આવીને ફરી બોલીવૂડની ફિલ્મોમાં સક્રિય થશે

પ્રિયંકા ચોપરા ભારત આવીને ફરી બોલીવૂડની ફિલ્મોમાં સક્રિય થશે
X

પ્રિયંકા ચોપરાના હોલીવૂડના ત્રીજા સીઝનના શોનું શૂટિંગ પૂરું થઇ ગયું છે. અભિનેત્રી હવે બોલીવૂડ ભણી પોતાનું ધ્યાન કેન્દ્રિત કરશે. પ્રિયંકાએ આ સમાચાર પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વહેતા કર્યા છે.

અભિનેત્રી ન્યુયોર્કથી પાછા ફરતા પહેલા દુબઇમાં થોડો સમય ગાળશે પછી મુંબઇ આવશે. દુબઇથી ભારત આવીને પ્રિયંકા તરત જ બોલીવૂડની ફિલ્મોની ઘોષણા કરશે. બે વરસ બાદ તે ફરી રૃપેરી પડદે સક્રિય થશે. અભિનેત્રીની છેલ્લી હિંદી ફિલ્મ પ્રકાશ ઝાની ગંગાજળ હતી જે ૨૦૧૬માં રીલિઝ થઇ હતી.

પ્રિયંકા કલ્પના ચાવલાની બાયોપિકથી કામની શરૃઆત કરે તેવી શક્યતા છે.

Next Story