Connect Gujarat
દેશ

પ્રોફેશનલ કોર્સમાં પ્રવેશ માટે જરૂરી અલગ અલગ પરીક્ષાઓ અને રજીસ્ટ્રેશન માંથી મળશે છુટકારો

પ્રોફેશનલ  કોર્સમાં પ્રવેશ માટે જરૂરી અલગ અલગ પરીક્ષાઓ અને રજીસ્ટ્રેશન માંથી મળશે છુટકારો
X

પ્રોફેશનલ કોર્સમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ ને હવે અલગ અલગ પરીક્ષા આપવા માંથી આવનાર સમયમાં છુટકારો મળી શકે છે.અને એકજ એક્ઝામ આપવાથી જે કોર્સમાં પ્રવેશ મેળવવો હશે તેમાં એડમિશન મળી શકશે તેમ જાણકાર સુત્રો દ્વારા જાણવા મળ્યુ છે.

કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા એન્જીનિયરિંગ,મેનેજમેન્ટ સહિત ના પ્રોફેશનલ કોર્સમાં એડમિશન માટે આવનાર સમયમાં મહત્વનો નિર્ણય લઇ શકે છે,જેમાં પ્રોફેશનલ કોર્સમાં અલગ અલગ પરીક્ષા અને રજીસ્ટ્રેશન થી વિદ્યાર્થીઓ ને છુટકારો મળશે અને એક્જ પરીક્ષા આપીને પોતાના મનપસંદ કોર્સમાં એડમિશન લઇ શકશે જે અંગે મહત્વનો નિર્ણય મંત્રાલય લઇ શકે છે.

Next Story