Connect Gujarat
દેશ

પ્રો જે. ડી. અગ્રવાલનું થયું નિધન,ગંગા નદીને બચાવવા માટે 111 દિવસના ઉપવાસ પર હતા 

પ્રો જે. ડી. અગ્રવાલનું થયું નિધન,ગંગા નદીને બચાવવા માટે 111 દિવસના ઉપવાસ પર હતા 
X

ગંગાના મુદ્દા પર 22 જૂનથી ઉપવાસ કરી રહેલા પર્યાવરણવિદ જે ડી અગ્રવાલનું નિધન થયું છે. જે.ડી અગ્રવાલનું નિધન તે સમયે થયું કે જયારે તેમને હરિદ્વારથી દિલ્હી લાવવામાં આવી રહ્યા હતા. IITમાં પ્રોફેસર રહી ચૂકેલા જે.ડી અગ્રવાલ ઈન્ડિયન સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના સભ્ય પણ રહ્યા હતા. પરંતુ હવે તે સન્યાસીનું જીવન જીવી રહ્યા હતા.

જણાવી દઈ કે ગંગામાં ગેરકાયદે માઇનિંગ, બંધનું નિર્માણ અને તેની અસ્પષ્ટતાને બનાવી રાખવાના મુદ્દા પર પર્યાવરણવિદ સ્વામી સ્વરૂપ સાનંદ જે.ડી અગ્રવાલ ઉપવાસ પર હતા. સ્વામી સાનંદ સાગર સાથે જોડાયેલા તમામ મુદ્દા પર સરકારને પહેલાથી ઘણી વાર સાવચેત કરી ચૂક્યા છે.

આ વર્ષે ફેબ્રુઆરીમાં PM મોદીને પત્ર લખી ગંગા માટે અલગ કાયદો બનાવવાની માગ કરી હતી. કોઈ જવાબ ના મળવાના કારણે 86 વર્ષના સ્વામી સાંનદ 22 જૂનથી ઉપવાસ પર હતા. આની વચ્ચે કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી અને નિતિન ગડકરીએ તેમને ઉપવાસ તોડવાની અપીલ કરી હતી,

Next Story