Connect Gujarat
Featured

ફરજ કોને કહેવાય, શીખો આ પોલીસ કર્મચારી પાસેથી, નવજાત પુત્રીનો ફોટો સોશ્યિલ મીડિયામાં જોઈ ઉજવ્યો જન્મોત્સવ

ફરજ કોને કહેવાય, શીખો આ પોલીસ કર્મચારી પાસેથી, નવજાત પુત્રીનો ફોટો સોશ્યિલ મીડિયામાં જોઈ   ઉજવ્યો જન્મોત્સવ
X

વડોદરા શહેરના ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા લોકરક્ષક હિતેશ વેલસીભાઇ મેટલીયાના પત્ની જોશનાબેન છેલ્લા 3 દિવસથી સુરેન્દ્રનગરમાં હોસ્પિટલમાં દાખલ હતા. તેમને આજે દીકરીને જન્મ આપ્યો છે. પત્ની ત્રણ દિવસથી હોસ્પિટલમાં દાખલ હોવા છતાં પોલીસકર્મી હિતેશ મેટલીયા પોતાની ફરજ પર જ હાજર હતા.

તેમને ત્યાં દીકરીના જન્મતા જ મોબાઇલ પર સોશિયલ મીડિયાના માધ્યથી તેઓએ દીકરીના ફોટો જોયા હતા. હિતેશ વેલસીભાઇ મેટલીયાએ જણાવ્યું હતું કે, અમારા ઘરમાં દીકરીનો જન્મ થયો છે. હું ખુબ જ ખુશ છું. પરંતુ અત્યારે દેશને મારી જરૂર છે. અને મારા માટે મારી ફરજ મહત્વની છે. જેથી હું અહીં ફરજ પર જ રહીશ.

Next Story