Connect Gujarat
દુનિયા

ફાઇનલમાં ક્રોએશિયાને પછાડી ફ્રાન્સ બન્યું વિજેતા

ફાઇનલમાં ક્રોએશિયાને પછાડી ફ્રાન્સ બન્યું વિજેતા
X

જીત્યું ફિફા વર્લ્ડ કપ -૨૦૧૮

ફ્રાન્સ અને ક્રોએશિયા વચ્ચે આજે લુઝનિકી સ્ટેડિયમમાં 21માં ફૂટબોલ વિશ્વકપની ફાઇનલ મેચ શરૂ થઇ ગઇ છે. ક્રોએશિયાએ બીજો ગોલ ફટકાર્યો હતો. હાલ ફ્રાન્સ 4-2થી આગળ છે. પ્રથમ હાફ બાદ પોગ્બાએ ગોલ કરતા ફ્રાન્સને 3-1 થી લીડ મેળવી હતી. ગ્રીઝમેને 38મી મિનિટે પેનલ્ટી પર ગોલ કરી ફ્રાન્સેને 2-1થી લીડ અપાવી હતી. ફ્રાન્સને પેનલ્ટી મળી હતી. ક્રોએશિયાના માટુદીનો હાથ ગ્રિઝમેનના કોર્નર શોટને અડ્યો. ક્રોએશિયા તરફથી ઇવાન પેરિસિચે 28મી મિનિટે ગોલ કર્યો હતો.

ફ્રાન્સે ત્રીજી અને ક્રોએશિયાએ પહેલીવાર ફાઇનલ મેચમાં સ્થાન મેળવ્યું છે. બંન્ને ટીમોએ અગાઉની મેચના જ ખેલાડીઓને રીપીટ કર્યા છે. બંન્ને ટીમો વચ્ચે વિશ્વકપમાં અત્યાર સુધીમાં માત્ર એક જ વાર ટક્કર 1998 સેમીફાઇનલમાં થઇ છે. જેમાં ફ્રાન્સની 2-1થી જીત થઇ હતી. જ્યારે આંતરરાષ્ટ્રીય મેચમાં ફ્રાન્સ અને ક્રોએશિયા વચ્ચે પાંચ વાર ટક્કર થઇ છે. જેમાં ફ્રાન્સે શરૂઆતી 3 મેચમાં જીત મેળવી હતી. જ્યારે બે વાર બરાબરીનો મુકાબલો થયો હતો.

Next Story