Connect Gujarat
ગુજરાત

ફાર્મસીના વિદ્યાર્થી એ પ્રધાનમંત્રી ડોક્ટરલ રીસર્ચ ફેલોશીપ પ્રાપ્ત કરી

ફાર્મસીના વિદ્યાર્થી એ પ્રધાનમંત્રી ડોક્ટરલ રીસર્ચ ફેલોશીપ પ્રાપ્ત કરી
X

ફેકલ્ટી ઓફ ફાર્મસી ના વિદ્યાર્થી લાલજી ઠાકોર ને પ્રધાનમંત્રી ડોક્ટરલ રીસર્ચ ફેલોશીપ એનાયત થઇ છે જે અંતર્ગત તેઓ પ્રો.કૃતિકા સાવંત ના માર્ગદર્શન માં અને મિલ લેબોરેટરી ના સહયોગ થી પીપીપી ધોરણે ઘા રુઝાવામાં મદદ કરે તેવા મટેરિયલ પર સંશોધન હાથ ધરશે.

ગાઈડ પ્રો.કૃતિકા એ જણાવ્યું હતું કે અકસ્માત કે બળવાના દર્દીઓ તેમ જ ડાયબીટીસ ના દર્દીઓ ને ઊંડા ઘા અને જેમને રુઝાતા વાર લાગે તેવા ઘા ની સારવાર માટે જે મટેરિયલ હાલ માં વપરાય છે તેને કારણે ઇન્ફેકશન તેમ જ સાઈડ ઈફેક્ટ થવાના ચાન્સ હોય છે.

વિદ્યાર્થી લાલજી રાઠોડે જણાવ્યું હતું કે લેબ માં નિર્મિત નવું મટેરિયલ બાયો કોમ્પીટીબલ અને બાયો ડીગ્રેડેબલ હશે.જે કુદરતી રીતે ઘા રીઝવવામાં મદદ કરશે. નેનો ટેકનોલોજીના ઉપયોગ થી બનેલું આ મટેરિયલ શરીર માં અંદર સુધી જઈને ઉપચાર કરશે અને એક કૃત્રિમ ત્વચા તરીકે ઘા રુઝાતા સુધી રક્ષણ પૂરું પાડશે. આ મટેરિયલની કોઈ આડ અસર પણ નહિ હોય.

પ્રધાનમંત્રી પી.એચ.ડી. ફેલોશીપ યોજના એ ઇન્ડસ્ટ્રી તેમજ લોકોને સીધી રીતે ઉપયોગી થઇ શકે તેવા સંશોધનો ને આપવામાં આવે છે. જેમાં ઇન્ડસ્ટ્રી દ્વારા પણ નાણાકીય તેમ જ સાધનો અંગે ની સહાય પૂરી પાડવામાં આવે છે.

Next Story