Connect Gujarat
દુનિયા

ફિફા વર્લ્ડ કપ 21નો આજથી થશે પ્રારંભ, સૌની નજર રશિયા ઉપર

ફિફા વર્લ્ડ કપ 21નો આજથી થશે પ્રારંભ, સૌની નજર રશિયા ઉપર
X

ફિફા વર્લ્ડ કપનો મુકાબલાનો આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. દુનિયાની ટોચની ૩૨ ટીમો વચ્ચે જ્યારે ફિફા વર્લ્ડ કપ જીતવા માટેના ખરાખરીના મુકાબલાના પ્રારંભની સાથે આખી દુનિયાની નજર રશિયા પર મંડાશે. ફૂટબોલના અદના ચાહકોથી માંડીને સેલિબ્રિટીઝ તેમજ વિશ્વના રાજનેતાઓ પર પણ ફૂટબોલના ફિવર જોવા મળશે.

આજથી ફિફા ફૂટબોલ વર્લ્ડ કપ 21નો સૌપ્રથમ મુકાબલો યજમાન રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે મોસ્કોમાં ખેલાશે. તેનાં પહેલાં રાત્રે ૮.૦૦ વાગ્યાથી ફિફા વર્લ્ડ કપ ફૂટબોલનો ઉદ્ઘાટન સમારંભ યોજાશે. જેમાં આ વખતે સંગીત પર વિશેષ ભાર આપવામાં આવ્યો છે. માત્ર અડધા કલાકના સમારંભ બાદ રાત્રે ૮.૩૦ વાગ્યાથી રશિયા અને સાઉદી અરેબિયાની ફૂટબોલ મેચ શરૃ થઈ જશે

Next Story