Connect Gujarat
દુનિયા

ફિલ્મ ક્ષેત્રે સૌથી પ્રતિષ્ઠિત ગણાતા ઓસ્કાર એવોર્ડની જાહેરાત કરાઈ  

ફિલ્મ ક્ષેત્રે સૌથી પ્રતિષ્ઠિત ગણાતા ઓસ્કાર એવોર્ડની જાહેરાત કરાઈ  
X

કેસી અફલેક બેસ્ટ એક્ટર અને એમ્મા સ્ટોન બની બેસ્ટ એક્ટ્રેસ

ફિલ્મ ક્ષેત્રે સૌથી પ્રતિષ્ઠિત ગણાતા એવા ઓસ્કાર એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે જેમાં બેસ્ટ એક્ટર તરીકે કેસી અફલેક અને બેસ્ટ એક્ટ્રેસ તરીકે એમ્મા સ્ટોને બાજી મારી લીધી છે.

આ વખતનો 89 મોં ઓસ્કાર એવોર્ડ્સ કેલોફોર્નીયાના ડોલ્બી થિયેટર ખાતે યોજાયો હતો,જેને જિમી કિમેલે હોસ્ટ કર્યો હતો.જેમાં "માન્ચેસ્ટર બાય ધ સી" માં કરેલ એક્ટિંગ બદલ કેસી અફલેકને બેસ્ટ એક્ટર તેમજ "લા લા લેન્ડ" માટે એમ્મા સ્ટોનને બેસ્ટ એક્ટ્રેસ જાહેર કરાયા હતા.જયારે "લાયન" માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટર તરીકે નોમિનેશન પામેલ ભારતીય એક્ટર દેવ પટેલ પાછળથી બહાર થઇ ગયો હતો.

આ ઉપરાંત લા લા લેન્ડ ના ડિરેક્ટર ડેમિયન ચઝલલેને બેસ્ટ ડિરેક્ટર , વાયોલા ડેવિસ ને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ મહેરશાલા અલીને મૂનલાઈટ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ મળ્યો છે.

Next Story