Connect Gujarat
દુનિયા

ફુટસલ પ્રિમિયરનું એન્થમ રીલિઝઃ સંગીતના તાલે વિરાટે લગાવ્યા ઠુમકા

ફુટસલ પ્રિમિયરનું એન્થમ રીલિઝઃ સંગીતના તાલે વિરાટે લગાવ્યા ઠુમકા
X

જેની લાંબા સમયથી આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી હતી તે ફુટસલ એન્થમ રીલિઝ થઇ ગયું છે. જે એ.આર.રહેમાન દ્વારા ગઇકાલે તેના ઓફિશિયલ સોશિયલ એકાઉન્ટ પરથી રીલિઝ કરવામાં આવ્યું હતું. આ ગીત 15 જુલાઇએ શરૂ થનારા ફુટસલનું એન્થમ છે.

લોકોએ વિરાટને ક્રિકેટની ક્રિઝ પર શાનદાર બેટીંગ કરતો જોયો હશે પરંતુ આ ગીતમાં પહેલીવાર વિરાટ સંગીતના તાલે ઝૂમતો નજરે ચઢશે. વિરાટની સાથે એ.આર.રહેમાને પણ કેટલાક ડાન્સ સ્ટેપ્સ કર્યા છે.

ફુટસલ પ્રિમિયર એ 5 એ સાઇડ ફુટબોલ ગેમ છે જે 15 જુલાઇથી શરૂ થઇ રહી છે. 21 દેશોના 50 આંતરરાષ્ટ્રીય ફુટસલ પ્લેયર આ પ્રિમિયર લીગમાં ભાગ લેશે.

Next Story