Connect Gujarat
સમાચાર

ફૂટબોલમાં દર બે વર્ષે આઠ ટીમોનો મિની વર્લ્ડ કપ રમાશે

ફૂટબોલમાં દર બે વર્ષે આઠ ટીમોનો મિની વર્લ્ડ કપ રમાશે
X

ફૂટબોલની સર્વોચ્ચ સંસ્થા - ફિફાએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલને પ્રોત્સાહન આપવા માટે મિની વર્લ્ડ કપના આયોજન માટે વિચારણા શરૃ કરી છે. ફિફાના પ્રમુખ જીએની ઈન્ફાટીનોએ નવા પ્રસ્તાવ અંગે જણાવ્યું કે, મિની વર્લ્ડ કપ દર બે વર્ષે આયોજીત થશે અને તેમાં ટોચની આઠ ટીમો જ ભાગ લેશે.

જ્યારે આ ઉપરાંત ફિફાનો દર ચાર વર્ષે રમાતો મેગા ફૂટબોલ વર્લ્ડ કપ તો નિયમિત રીતે જારી રહેશે. મિની ફૂટબોલ વર્લ્ડ કપને ફાઈનલ એઈટ નામ આપવામાં આવશે અને આ વર્લ્ડ કપ ઈ.સ. ૨૦૨૧થી શરૃ થાય તેવી શક્યતા છે. , નવો મિની વર્લ્ડ કપ ઓક્ટોબર કે નવેમ્બરમાં આયોજીત કરવામાં આવી શકે છે. આ ઉપરાંત ફિફા કલબ વર્લ્ડ કપના માળખામાં ધરમૂળ પરિવર્તન કરવાની સાથે તેને નવા સ્વરુપે રજુ કરશે. જ્યારે કોન્ફિડરેશન કપને પડતો મૂકવાની જાહેરાત તેઓ અગાઉ કરી ચૂક્યા છે.

Next Story