Connect Gujarat
ટેકનોલોજી

ફેસબુક ઇન્ડિયાનાં પૂર્વ હેડ ડેલીહન્ટનાં પ્રમુખ બન્યા

ફેસબુક ઇન્ડિયાનાં પૂર્વ  હેડ ડેલીહન્ટનાં પ્રમુખ બન્યા
X

ફેસબુકઇન્ડિયાનાં ભૂતપૂર્વ હેડ ઉમંગ બેદી ડેલીહન્ટનાં સ્થાનિક સમાચારો અને મનોરંજનનાં સંયુક્ત રીતે બંને વિભાગનાં પ્રમુખ તરીકે જોડાયા છે. ભારતમાં ઇન્ટરનેટ કંપનીઓમાં સૌથી મોટી આ પ્રોફાઈલ હોવાનું પણ કહેવાય છે.

ડેલીહન્ટનાં નવા પ્રમુખ, સ્થાપક વીરેન્દ્ર ગુપ્તાનાં સહાય થી સમાચાર પ્લેટફોર્મની આવક અને વપરાશકર્તા આધારનેવધારવા માટે કામ કરશે.ડેલીહન્ટનું સમાચાર પ્લેટફોર્મ હવે 80 મિલિયન કરતા વધુ સક્રિય વપરાશકર્તાઓ ધરાવે છે. અને નવા પ્રમુખ હવે આ ગતિને વધુ વેગવંતી બનાવશે.

આ અગાઉ ઉમંગ બેદીએ ભારત અને દક્ષિણ એશિયા માટે ફેસબૂકનાં હેડ, અને એડોબ, ઈન્ટ્યુટ અને સિમેન્ટેક જેવા બહુરાષ્ટ્રીય કંપનીઓમાં પણ તેઓએ કામ કર્યુ હતુ.

2009માં સ્થપાયેલ ડેલીહન્ટમાં 14 ભાષાઓમાં 2.50 લાખ થી વધુ ન્યુઝ આર્ટિકલ્સ પ્રસિધ્ધ થાય છે.અને અન્ય ભાગીદારોની સહાય થી દરરોજ એપ્લિકેશન પર છ અબજ મિનિટોમાં લેખને વાચકો સુધી પહોંચાડવામાં આવે છે.

ડેલીહન્ટ દ્વારા એપ્લિકેશનનું વિસ્તૃતિકરણ કરવામાં આવ્યુ છે અને તાજેતરમાં 9 ભારતીય ભાષાઓમાં ન્યુઝલી નામની ન્યુઝ ઈન સંક્ષિપ્ત એપ્લિકેશન પણ રજુ કરી છે.ન્યુઝલી એ મનોરંજન , વ્યવસાય, રમતો અને અન્ય ક્ષેત્રોમાનાં બહુવિધ શૈલીઓનાં ટ્રેડિંગ ન્યુઝ લેખો પ્રદાન કરે છે.

Next Story