Connect Gujarat
દુનિયા

ફ્રાંસના પ્રખ્યાત 850 વર્ષ જૂની ચર્ચ નોટ્ર-ડામ કૈથેડ્રલમાં લાગી ભીષણ આગ

ફ્રાંસના પ્રખ્યાત 850 વર્ષ જૂની ચર્ચ નોટ્ર-ડામ કૈથેડ્રલમાં લાગી ભીષણ આગ
X

ફ્રાંસના પ્રખ્યાત ચર્ચ નોટ્ર-ડામ કૈથેડ્રલનાં મુખ્ય ભાગમાં ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ થતા જ ફાયરબ્રિગેડની ગાડીઓએ ઘટનાસ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવવાનું કામ શરૂ કરી દીધું હતું.આગે એટલું ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે, જોત-જોતામાં તો ચર્ચનો એક હિસ્સો તૂટીને જમીન પર પડ્યો હતો.

રાજધાની પેરિસમાં આવેલ ચર્ચ ક્રિશ્ચન આસ્થાનું એક મહત્વપૂર્ણ સ્થળ હતું. ભીષણ આગના કારણે 850 વર્ષ જૂની ચર્ચની છત સંપૂર્ણ રીતે તૂટી ગઈ હતી. આ ચર્ચને યૂનેસ્કો દ્વારા હેરિટેજ લિસ્ટમાં સામેલ કરવામાં આવી હતી.ચર્ચમાં લાગેલ ભીષણ આગના કારણે આકાશમાં ધુમાડાના ગોટે-ગોટા ઉડવા લાગ્યા હતા.

આ દુર્ઘટનાથી લોકોના મનમાં ડર બેસી ગયો હતો.લોકો ભગવાન સમક્ષ આ હેરિટેડ બિલ્ડિંગને બચાવી લેવા માટે પ્રાર્થના કરી રહ્યા હતા. આ આગની ઘટનાને પેરિસમાં ઘણે દૂરથી જોઈ શકાતી હતી.

Next Story