Connect Gujarat
સમાચાર

બંગાળના અખાતમાંથી ઊભું થયેલું વાવાઝોડું બુલબુલ વધુ વિકરાળ,પશ્ચિમ બંગાળ એલર્ટ

બંગાળના અખાતમાંથી ઊભું થયેલું વાવાઝોડું બુલબુલ વધુ વિકરાળ,પશ્ચિમ બંગાળ એલર્ટ
X

બંગાળના અખાતમાં આવેલા મહાવિનાશક ચક્રવાત

બુલબુલને પગલે કોલકાતા એરપોર્ટ શનિવારે સાંજથી રવિવાર સવારસુધી બંધ કરી દેવામાં આવ્યું હતું. જેના પગલે સાંજે અમદાવાદથી કોલકાતા જતી

ઇન્ડિગોની ફ્લાઈટ રદ કરવાની એરલાઈન્સને ફરજ પડી હતી. ગોએરની બેંગલુરુથી અમદાવાદ

આવતી ફ્લાઈટ સતત બીજા દિવસે 6 કલાકથી વધુ

મોડી પડતા પેસેન્જરો હેરાન પરેશાન થયા હતા.શનિવારે અમદાવાદ આવતી જતી 10 જેટલી ફ્લાઈટ 1 કલાકથી વધુ

મોડી પડી હતી.

ઉલ્લેખનીય છે કે, શુક્રવારે અમદાવાદ-બેંગલુરુની ફ્લાઈટ ટેક્નિકલ

કારણોસર 6.30 કલાક મોડી પડી હતી.બંગાળના

અખાતમાંથી ઊભું થયેલું વાવાઝોડું બુલબુલ વધુ વિકરાળ બની રહ્યું છે. કોલકાતા નજીકના

કાંઠે ટકરાવવાની સંભાવના છે. પરિણામે શનિવારે મોડી સાંજથી 12 કલાક સુધી કોલકાતા એરપોર્ટ બંધ કરી દેવાયું હતું.

સમગ્ર રાજ્યમાં એલર્ટ અપાયું છે. સાવચેતીના પગલાંરૂપે એનડીઆરએફની 35 ટીમ તહેનાત કરાઈ છે. બીજી બાજુ ઓડિશામાં પણ આ

તોફાનને કારણે સમુદ્રમાં બેથી ત્રણ મીટર ઊંચા મોજાં ઊછળે તેવી સંભાવના છે. 120 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના છે.

પશ્ચિમ બંગાળ અને ઓડિશાના કાંઠાના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે.



Next Story