Connect Gujarat
ગુજરાત

બંગાળ ડોક્ટર વિવાદ : સુરત નવી સિવિલ હોસ્પિટલમાં તબીબોએ વિરોધ નોંધાવ્યો

બંગાળ ડોક્ટર વિવાદ : સુરત નવી સિવિલ હોસ્પિટલમાં તબીબોએ વિરોધ નોંધાવ્યો
X

પશ્ચિમ બંગાળમાં લોકસભા ચુંટણીથી શરૂ થયેલી લડાઈ હવે રાજકીય લડાઈ બની ગઈ છે. ત્યારે જુનીયર ડોક્ટર સાથે થયેલી મારઝુડના વિરોધમાં શુક્રવારે દિલ્હી એઈમ્સ દ્વારા હડતાળની જાહેરાત કરાતા સુરત નવી સિવિલ હોસ્પિટલમાં તબીબોએ વિરોધ નોંધાવ્યો હતો.

પશ્ચિમ બંગાળમાં મેડિકલ કોલેજ ખાતે કોઈ દર્દીના સગા દ્વારા જુનિયર ડોક્ટરને માર મારવાની ઘટનાના વિરુદ્ધમાં સુરત શહેરના આઈ.એમ.એ.ડોકટરો દ્વારા કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. શહેરની સ્મીમેર અને નવી સિવિલ હોસ્પિટલમાં પણ ડોકટરોએ કાળી પટ્ટી બાંધી બ્લેક ડે ઉજવણી કરી વિરોધ નોંધાવ્યો હતો. આઇએમએના પ્રમુખ સહીત સભ્યોએ જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં ડોકટર ઉપર જીવલેણ હુમલાની જે ઘટના બની છે તેના વિરોધમાં દેશભરમાં આઇએમએ દ્વારા બ્લેક ડે મનાવવામાં આવી રહ્યું છે. જેમાં સુરતમાં ઘણા ડોકટરો જોડાયા હતા. તેમજ મેડિકલક કોલેજ અને જુનિયર ડોકટર નેટવર્ક પણ જોડાયો હતો. સ્મીમેર અને નવી સિવિલ હોસ્પિટલના ડોકટરોએ કાળી પટ્ટી બાંધી સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.

ડોકટરો દ્વારા આ ઘટનાને વખોડી કાઢી હુમલાખોરો વિરુદ્ધ સખતમાં સખત સજા અને કડક પગલાં ભરવાની માગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વધુમાં તેમને જણાવ્યું હતું કે ડોક્ટરોએ આખો દિવસ કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો હતો. જોકે ઈમરજન્સી તેમજ રૂટિન સેવાઓ અને કામકાજ ચાલુ રાખવામાં આવ્યું હતું. વર્લ્ડ મેડીકલ એસોસિએશન દ્વારા પણ આ માંગણીને સમર્થન મળ્યું છે. આજે શુક્રવારે ભારતભરમાં ડોક્ટરોએ કાળી પટ્ટી પહેરીને વિરોધ નોંધાવ્યો હતો. આઈએમ સુરત દ્વારા કલેકટરને આવેદનપત્ર આપી એસોસિએશન ન્યુ માંગણીઓની જાણકારી આપી હતી. જેમાં જુનિયર ડોક્ટર આ વિરોધમાં જોડાયા હતા.

Next Story