Connect Gujarat
દેશ

બજેટમાં ટેક્સ સ્લેબ યથાવત રખાયો, નોકરિયાત વર્ગને મળી રાહત

બજેટમાં ટેક્સ સ્લેબ યથાવત રખાયો, નોકરિયાત વર્ગને મળી રાહત
X

લોકસભામાં નાણાંમંત્રી અરુણ જેટલીએ બજેટ રજુ કર્યુ હતુ. બજેટનું ભાષણ સરળતાથી સમજાઈ શકે તેથી હિન્દી અને અંગ્રેજી અેમ મિક્સ ભાષામાં જેટલીએ અંદાજપત્રની રજુઆત કરી હતી.

બજેટમાં મ્યુચ્યુલ ફંડની આવક ઉપર પણ 10 ટકા ટેક્સ આપવો પડશે.સરકારે કસ્ટમ ડ્યૂટીમાં પણ વધારો કર્યો છે.શેરનું ખરીદ-વેચાણ કરતા લોકો પર ટેક્સ વધ્યો છે.રૂપિયા 1 લાખ થી વધારે શેર હોય તો 15 ટકા ટેક્સ લાગશે.જ્યારે શિક્ષણ અને સ્વાસ્થ્ય પર સેઝ 3 ટકાથી વધારીને 4 ટકા કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત વિદેશી મોબાઈલ અને ટીવી મોંઘા થશે.જોકે બજેટમાં નોકરિયાતોને રાહત આપવામાં આવી છે અને વાર્ષિક 2.90 લાખ સુધી કોઈ ટેક્સ નહીં લાગે.ટેક્સમાં 40,000 સુધી સ્ટાન્ડર્ડ ડિડક્શન મળશે.જ્યારે ડિપોઝિટ પર મળતી છૂટમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જેમાં ડિપોઝિટ પર મળતી છૂટ 10 હજાર થી વધારીને 50,000 સુધી કરવામાં આવી છે.

બજેટમાં મોટા ગજાનાં ઉદ્યોગો કે જે 250 કરોડ વાર્ષિક ટર્ન ઓવર કરે છે તેવી કંપનીઓને 25 ટકા છૂટ આપવામાં આવી છે.

જ્યારે ઈન્કમ ટેક્સના સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.તેમજ રાજકીય નુકસાન દેશની જીડીપીના 3.5 ટકા હોવાનું જણાવવામાં આવ્યું છે.દેશમાં ટેક્સ આપનાર 19.25 લાખ લોકો વધ્યા હોવાનું પણ નાણાંમંત્રી જેટલીએ જણાવ્યુ હતુ.વધુમાં ઈન્કમ ટેક્સ કલેક્શન 90 હજાર કરોડ વધ્યુ હોવાનું પણ જણાવ્યુ હતુ.

જેટલીએ વધુમાં જણાવ્યુ હતુ કે 2 સરકારી વીમા કંપનીને શેરબજારમાં લાવવામાં આવશે.14 સરકારી કંપનીઓને શેરબજારમાં લાવવામાં આવશે.સરકારી કંપનીના શેર વેચીને 80,000 કરોડ ઉભા કરવામાં આવશે.5 લાખ નવા સ્વાસ્થ્ય સેન્ટર બનાવવાની યોજના છે.

બજેટ દરમિયાન રાષ્ટ્રપતિ અને રાજ્યપાલના પગારમાં વધારાની જોગવાઈ પણ કરવામાં આવી છે.સ્માર્ટ સિટી માટે 99 શહેરની પસંદગી કરવામાં આવી છે.

રાષ્ટ્રપતિનું વેતન હવે રૂપિયા 5 લાખ થશે,ઉપરાષ્ટ્રપતિનું વેતન રૂ. 4 લાખ થશે અને રાજ્યપાલનું વેતન રૂ. 3.5 લાખ થશે. મોંધવારીને ધ્યાનમાં રાખીને સાંસદોના વેતનમાં પણ વધારો કરવામાં આવ્યો છે.અને દર પાંચ વર્ષે સાંસદોના પગારમાં વધારો કરવામાં આવશે.

અરુણ જેટલીએ રેલવે અને ઉડ્ડયન ક્ષેત્રે બજેટમાં જણાવ્યુ હતુ કે 5જી નેટવર્ક શરૂ કરવા ચેન્નઈમાં રિસર્ચ કરાશે, બિટકોઈન જેવી કરન્સી ચાલવા દેવા નહિં આવે, જ્યારે 600 સ્ટેશનોને આધુનિક બનાવવાની ભલામણ કરવામાં આવી છે.દરેક ટ્રેનમાં સીસીટીવી અને વાઈ-ફાઈ લગાવવાની યોજના છે.મુંબઈ લોકલ ટ્રેન વધારવાની જોગવાઈ કરવામાં આવી છે.

આ ઉપરાંત ઉડાન યોજના માટે 56 એરપોર્ટ કવર કરાશે અને એરપોર્ટની સંખ્યા 5 ગણી વધારવામાં આવશે.રેલવે માટે 1 લાખ 48 કરોડની ફાળવણી કરવામાં આવી છે.જ્યારે 70 લાખ નવી નોકરીઓ આપવામાં આવશે. અને 10 નવા પર્યટન કેન્દ્ર બનાવવાનું પણ જેટલીએ જણાવ્યુ હતુ.

બજેટની અન્ય યોજનાઓ :-

  • ઈપીએફમાં આગામી ત્રણ વર્ષ સુધી 12 ટકા વ્યાજ આપશે સરકાર
  • ઓપરેશન ગ્રીન માટે રૂ. 500 કરોડની ફાળવણી કરવામાં આવશે.
  • વેપાર શરૂ કરવા રૂ.3 લાખ કરોડનું ફંડ આપવામાં આવશે.
  • મુદ્રા યોજના અંતર્ગત રૂ.3 લાખ કરોડ આપવામાં આવશે.
  • બે વર્ષમાં એક કરોડથી વધારે ઘર બનાવવામાં આવશે.
  • દરેક પરિવારને વાર્ષિક રૂ. 5 લાખનો વીમો મળશે
  • વડોદરામાં રેલવે વિશ્વવિદ્યાલય બનશે
  • સ્વાસ્થય માટે આયુષમાન ભારત યોજના શરૂ થશે
  • પ્રી-નર્સરીથી 12માં ધોરણના અભ્યાસ સુધીની એક જ નીતિ રખાશે
  • નવોદયની જેમ એક લવ્ય વિદ્યાલય શરૂ કરવામાં આવશે.

    શિક્ષકો માટે નવા બીએડ પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે.

  • એક વર્ષમાં 2 કરોડ શૌચાલય બનાવવામાં આવશે.
  • 8 કરોડ મહિલાઓને ફ્રી ગેસ કનેક્શન મળશે
  • 42 મેગા ફૂડ પાર્ક બનાવવામાં આવશે.
  • 2 હજાર કરોડના ખર્ચે કૃષિ પાર્ક બનાવવામાં આવશે.
  • ખેતીમાં ધિરાણ માટે 11 લાખ કરોડ આપ્યા.
  • કિસાન ક્રેડિડ કાર્ડ પશુપાલકોને મળશે.
  • ઉજ્જવલા યોજનાનું લક્ષ્ય 8 કરોડ કરવામાં આવ્યું
  • ગરીબો માટે મફત ડાયાલિસિસની સુવિધા શરૂ કરવામાં આવી છે.
  • સામાન્ય લોકોને હોમલોન સરળતાથી મળે તેવી સુવિધા કરવામાં આવી છે.
  • 27.5 કરોડ ટનનું ઉત્પાદન થયું છે.
  • ખેડૂતોની ફરિયાદ હતી કે યોગ્ય ભાવ નથી મળતા. તો તેનો ઉકેલ લાવવા માટે વચેટિયાઓની સિસ્ટમ બંધ કરવામાં આવી છે.
  • 2 હજાર કરોડનું નવું બજાર બનાવાશે
  • શાકભાજી અને ફળનું પણ રેકોર્ડ બ્રેક ઉત્પાદન થઈ રહ્યું છે.
  • આર્થિક સુધાર પર સરકાર ઈમાનદારીથી કામ કરી રહી છે.
  • ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકાર કામ કરી રહી છે.
  • સરકાર મધ્યમ વર્ગની આવક વધારવાનો પ્રયત્ન કરી રહી છે.
  • વિદેશી રોકાણમાં પણ વધારો થયો છે.
  • દેશનું કૃષિ ઉત્પાદન રેકોર્ડ સ્તર પર છે.
  • ખરીફ પાકની એમએસપી દોઢ ગણી વધી છે.
  • ખેડૂતોને ફાયદો મળે તે માટે વચેટિયાઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
  • લોકોને સસ્તી દવાઓ મળી રહી છે.
  • એક દિવસમા કંપની રજિસ્ટર્ડ થઈ રહી છે.
  • 2-3 દિવસમાં લોકોને ઘરે તેમનો પાસપોર્ટ મળી જાય છે.
  • સૌભાગ્ય યોજનાથી 4 કરોડ લોકોના ઘરમાં વીજળી પહોંચી છે.
  • મધ્યમ વર્ગના લોકોના જીવનમાં સરકાર ઓછી દખલગીરી કરી રહ્યું છે.
  • સર્વિસ સેક્ટરમાં 8 ટકાનો વધારો થયો છે.
  • GST પછી ટેક્સની આવકમાં વધારો થયો છે.
  • દેશ આજે દુનિયાની પાંચમી મોટી અર્થવ્યવસ્થા બની છે.
  • બજારમાં કેશનું પ્રચલન ઘટ્યું છે.
  • અમારુ ફોકસ ગામનો વિકાસ પર છે

Next Story