Connect Gujarat
ગુજરાત

બજેટમાં હોમ લોનમાં મધ્યમ વર્ગનાં લોકોને રાહત આપવી જોઈએ, શિક્ષિકા કવિતા શાહ

બજેટમાં હોમ લોનમાં મધ્યમ વર્ગનાં લોકોને રાહત આપવી જોઈએ, શિક્ષિકા કવિતા શાહ
X

વર્ષ 2018નાં બજેટમાં નાણાંમંત્રી અરુણ જેટલી લોકોને કેવી રાહતો આપશે તેના પર સૌની મીટ મંડાયેલી છે, ત્યારે મહિલાઓને સરકાર અંદાજપત્રમાં વિશેષ લાભ આપે તેવી આશા વર્કિંગ વુમને વ્યક્ત કરી હતી.

ભરૂચમાં શિક્ષિકા તરીકેની ફરજ બજાવતા અને પોતાના ઘરનાં માળખાની જવાબદારી સંભાળતા કવિતાબહેન શાહે કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે કેન્દ્રીય બજેટ જાહેર થવાનું છે ત્યારે બજેટમાં સરકાર દ્વારા મહિલાઓ તેમજ વર્કિંગ લોકોને હોમ લોન, કે અન્ય જરૂરિયાત માટેની લોનમાં રાહત મળી રહે તેવી જોગવાઈ કરવી જોઈએ.

વધુમાં કવિતાબહેને જણાવ્યુ હતુ કે ઈન્ક્મ ટેક્સનાં સ્લેબમાં પણ સુધારો કરીને મધ્યમ વર્ગનાં લોકોની બચતમાં વધારો થાય તેવી આશા તેણીએ વ્યક્ત કરી હતી.

Next Story