Connect Gujarat
ગુજરાત

બનાસકાંઠા : જિલ્લામાં સર્વત્ર મેઘમહેર,પાણી ભરાતાં અમદાવાદ આબુરોડ નેશનલ હાઈવે એકતરફી બંધ

બનાસકાંઠા : જિલ્લામાં સર્વત્ર મેઘમહેર,પાણી ભરાતાં અમદાવાદ આબુરોડ નેશનલ હાઈવે એકતરફી બંધ
X

બનાસકાંઠા જિલ્લામાં 24 કલાક થી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગની આગાહી બાદ જિલ્લામાં સર્વત્ર મેઘમહેર થઈ રહી છે જિલ્લાના અમીરગઢ અંબાજી દાંતા દિયોદરમાં વરસાદી માહોલ જામ્યો છે વિરામ બાદ ફરી એકવાર મેહુલિયાની એન્ટ્રી થતાં ખેડૂતો ખુશખલાલ થયાં છે તો આ તરફ સતત વરસી રહેલા વરસાદના લીધે બનાસ નદી ફરી બંને કાંઠે વહેતી થઈ છે તો બાલારામ નદીમાં પણ નવા નિરની આવક થઈ છે.

[gallery td_gallery_title_input="બનાસકાંઠા : જિલ્લામાં સર્વત્ર મેઘમહેર,પાણી ભરાતાં અમદાવાદ આબુરોડ નેશનલ હાઈવે એકતરફી બંધ" td_select_gallery_slide="slide" size="large" ids="108191,108192,108193,108194,108195,108196"]

બનાસનદીમાં પાણી આવતાં દાંતીવાડા ડેમમાં પાણીની આવક નોંધાઇ છે હાલમાં દાંતીવાડા ડેમમાં 800 ક્યુસેક જેટલા પાણીની આવક થઈ રહી છે તો પાલનપુર હાઈવે વિસ્તારો સહિત આબુરોડ અમદાવાદ નેશનલ હાઈવે પર ગુટણ સમાં પાણી ભરાતાં હાઈવેને એક તરફે બંધ કરવાની ફરજ પડી હતી. નેશનલ હાઈવે પર પાણી ભરાતાં વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ પડી હતી દર ચોમાસે હાઈવે પર પાણી ભરવાનો પ્રશ્ન પેચીદો બની ગયો છે તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય નિકાલ ના કરાતાં વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે જીલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે હજુ પણ વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી છે જિલ્લામાં મેહુલિયો મન મુકીને વરસી રહ્યો છે જિલ્લામાં મેઘાની ધમાકેદાર એન્ટ્રીથી લોકોમાં ખુશી જોવા મળી રહી છે.

Next Story