Connect Gujarat
લાઇફસ્ટાઇલ

બર્થ ડે ગર્લ સની લિયોની વિશે કેટલીક અજાણી વાતો

બર્થ ડે ગર્લ સની લિયોની વિશે કેટલીક અજાણી વાતો
X

બોલિવૂડ અભિનેત્રી અને પૂર્વ પોર્ન સ્ટાર સની લિયોનીનો આજે જન્મદિન છે.સની વિશે કેટલીક અજાણી વાતો.

સનીનું સાચું નામ કરનજીત કૌર છે

ઘણાં ઓછા લોકો જાણતા હશે કે સની લિયોનીનું સાચુન નામ કરનજીત કૌર વોહરા છે. તેનો જન્મ એક પંજાબી કુટુંબમાં 13મે, 1981માં થયો હતો. પંજાબી પરિવારમાં જન્મ થયો હતો તેમ છતાં સનીના માતા-પિતાએ તેને કેથલિક સ્કુલમાં અભ્યાસ કરાવ્યો હતો.

સનીએ બેકરીમાં કરી છે જોબ

સની લિયોનીએ પોર્ન ઇન્ડસ્ટ્રીઝમાં કામ શરૂ કર્યું તે પહેલાં તે એક જર્મન બેકરી જીફિ લુબેમાં કામ કરતી હતી. ત્યારબાદ તે ટેક્ષ અને રિટાયરમેન્ટ ફર્મમાં જોડાઇ હતી.

સનીએ નર્સિંગમાં કર્યો છે અભ્યાસ

સનીએ પોર્ન ઇન્ડસ્ટ્રીઝમાં કામ શરૂ કર્યું તે પહેલાં તેણે પિડિયાટ્રિક નર્સિંગમાં પણ અભ્યાસ કર્યો હતો. માત્ર 19 વર્ષની વયે સની પોર્ન ઇન્ડસ્ટ્રીઝમાં પ્રવેશી હતી.

સની ભારતીય ટેલિવિઝન પર સૌપ્રથમવાર 2005માં દેખાઇ હતી

vafX6mLQ

ઘણાં લોકોને એમ છે કે સની 2011માં બિગ બોસમાં પ્રથમવાર ભારતીય ટેલિવિઝનના પડદે જોવા મળી હતી. પરંતુ સની 2005માં એમટીવી ઇન્ડિયા પર એમટીવી એવોર્ડમાં રેડ કાર્પેટ રિપોર્ટર તરીકે દેખાઇ હતી.

આમિરની છે ફેન

બોલીવૂડ અભિનેતાઓમાં આમિર ખાન સનીને સૌથી વધુ પસંદ છે. આમિર ખાનની ફિલ્મ દિલ જોઇ ત્યારથી તે આમિરની ફેન બની ગઇ હતી.

ફિલ્મ કલિયુગથી કરવાની હતી કારકિર્દીની શરૂઆત

સની લિયોની પોતાની બોલિવૂડ ફિલ્મની કારકિર્દીની શરૂઆત કલિયુગથી કરવાની હતી. પરંતુ તેણે રોલ માટે વધારે રકમની માંગણી કરી હોવાથી તે ડીલ થઇ શકી નહોતી. પરંતુ સાત વર્ષ બાદ તેણે જીસ્મ 2થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.

સનીને શાનો છે શોખ?

તમને જાણીને નવાઇ લાગશે કે સની લિયોનીને વાંચવાનો જબરો શોખ છે. તેની ઇમેજ પ્રમાણે કોઇ કલ્પના પણ ન કરી શકે કે તેને વાંચવાનો શોખ છે.

Next Story