Connect Gujarat
ગુજરાત

બળાત્કારના ખોટા ગુન્હામાં ફસાવી પૈસા પડાવતી ગેંગ ઝડપાઇ

બળાત્કારના ખોટા ગુન્હામાં ફસાવી પૈસા પડાવતી ગેંગ ઝડપાઇ
X

રાજકોટ જીલ્લાના લોધિકા પોલીસે હનીટ્રેપમા ફસાવીને લોકો પાસેથી નાણા ખંખેરતી ગેંગને પકડવામા સફળતા મળી છે. ડુપ્લીકેટ પોલીસ બનીને લોકો પાસેથી પૈસા પડાવતી એક યુવતી સહીત છ શખ્સોની ગેંગની પોલીસે ધરપકડ કરી છે.

રાજકોટ જીલ્લાના લોધિકા તાલુકાના નગરપીપળીયા ગામના વતની ગોરધન તારપરાને ફાલ્ગુની નામની યુવતીએ ફોન કર્યો અને જણાવ્યું કે હુ તમને ઓળખુ છુ. તમારા ભત્રીજા માટે એક યુવતી શોધી છે તો તમે ક્યારે જોવા આવશો. તો ફરીયાદી ગોરધનભાઇ એ ફાલ્ગુનીને ફોન પર જણાવ્યું કે મારી દીકરીના લગ્ન છે બાદમા મળીશુ.

થોડા દિવસ બાદ યુવતીએ ગોરધનભાઇના ભત્રીજાનો અને ફરીયાદી દીનેશ કોન્ટેક કરીને રાત્રે આઠ વાગ્યે નીકાવા ગામે બોલાવ્યો બાદમા યુવતી સાથે ફોટા પાડીને બલાત્કારમા ફીટ કરવાની ધમકી આપી હતી. જોકે રણજીત અને જયપાલસિહ નામના શખ્સો નકલી પોલીસ બનીને ફરીયાદી દીનેશને માર માર્યો હતો અને પાકીટમાથી બે હજારની લુટ પણ ચલાવી હતી. યુવતી સહીતના શખ્સોએ દીનેશ પાસેથી દસ લાખ રૂપિયાની માંગણી કરી હતી અને બાદમા નગરપીપળીયા ગામનો જ રમેશ રામાણી મીડીયેટર બન્યો હતો અંતે ચાર લાખ પીચોતેર હજાર રૂપિયા આપવાનુ નક્કી થયુ હતુ.

જોકે સમગ્ર મામલે ફરીયાદીએ હીમત કરીને ફરીયાદ કરતા પોલીસે ફાલ્ગુની નામની યુવતી અને એક નીવ્રુત પોલીસપુત્ર સહીત છ લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જે રીતે લોકોને હનીટ્રેપમાં ફસાવતી આ ગેંગ પકડાઈ છે ત્યારે રાજકોટ જીલ્લા પોલીસ દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી છેકે આ ગેંગ દ્વારા અન્ય કોઈ વ્યક્તિને પણ પોતાનો શિકાર બનાવવામાં આવ્યો હોઈ તો પોલીસ નો સંપર્ક કરે. હાલ તો લોધિકા પોલીસે એક યુવતી સહીત છ લોકોની ધરપકડ કરી તેની રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે હવે આ ગેંગ માં અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે કે કેમ અને આ ગેંગ દ્વારા અન્ય કોઈને પોતાનો શિકાર બનાવવામાં આવ્યો છે કે કેમ આ તમામ મુદ્દાઓ પર પોલીસ દ્વારા ગેંગ ની પૂછપરછ હાથ ધરવામાં આવશે.

Next Story