Connect Gujarat
ગુજરાત

બસ ચાલકની બહાદુરીએ યાત્રીઓનાં જીવ બચાવ્યા

બસ ચાલકની બહાદુરીએ યાત્રીઓનાં જીવ બચાવ્યા
X

અમરનાથ યાત્રીઓની બસ પર આતંકી હુમલા સમયે સલીમ મિર્ઝાએ હિંમતભેર બસને હંકારીને અન્ય યાત્રીઓનાં જીવ બચાવ્યા હતા.

દક્ષિણ ગુજરાતના અમરનાથ યાત્રીઓની બસ પર થયેલા આતંકી હુમલામાં બસ ચાલક સલીમ મિર્ઝાની સમય સુચકતાએ અન્ય યાત્રીઓના જીવ બચાવ્યા હતા.

સલીમ મિર્ઝાએ મિડીયાને જણાવ્યુ હતુ કે બસ જ્યારે પસાર થઇ રહી હતી ત્યારે અચાનક જોરથી અવાજ આવ્યો હતો અને બસનો સાઈડ ગ્લાસ ફૂટી ગયો હતો, જયારે આતંકીઓ અંધાધુંધ ફાયરિંગ કરી રહ્યા હતા, પરંતુ બસને સતત હંકારીને યાત્રીઓને સુરક્ષિત સ્થળ પર લઇ આવ્યા હતા.

harsha desai File photo of Harsh Desai

છેલ્લા આઠ નવ વર્ષથી સલીમ મિર્ઝા અમરનાથ બસ લઈને જાય છે, પરંતુ પહેલીવાર તેમની સાથે દર્દનાક ઘટના બની છે.

જ્યારે આ ઉપરાંત ટુર સંચાલક હર્ષ દેસાઈને પણ આતંકીઓની ગોળીઓ વાગી હતી, અને સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા. હર્ષ દેસાઈએ મિડીયાને જણાવ્યુ હતુ કે હુમલો થતાંજ ખ્યાલ આવી ગયો હતો કે આ આતંકી હુમલો છે, અને બસની આગળ 25 આતંકીઓ હતા પરંતુ બસને ઝડપથી હંકારીને આતંકીઓના ઘેરા માંથી બહાર લઇ ગયા હતા.

વધુમાં તેઓએ મિડીયાને જણાવ્યુ હતુ કે એક આતંકીએ બસમાં ચઢવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ જોકે કંડકટરે તેને ધક્કો મારીને ફેંકી દીધો હતો અને બસનો દરવાજો બંધ કરી દીધો હતો.

Next Story