Connect Gujarat
દુનિયા

બાંગ્લાદેશમાં ઢાકાની બહુમાળી બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, 19ના મોત, 90 ઈજાગ્રસ્ત

બાંગ્લાદેશમાં ઢાકાની બહુમાળી બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, 19ના મોત, 90 ઈજાગ્રસ્ત
X

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં એક બહુમાળી બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી છે. આ આગમાં ૧૯ લોકો બળીને ભડથું થઈ ગયા છે. જ્યારે ૯૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ઘણા બધા લોકો બિલ્ડિંગની અંદર જ ફસાઈ ગયા હતા. બિલ્ડિંગમાં ઉપરના માળ પર ફસાયેલા લોકો બારીઓમાંથી અને ધાબા પરથી મદદ માટે બૂમો પાડી રહ્યા હતા.

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="89178,89179"]

આગમાંથી બચવા માટે કેટલાક લોકોએ પાઈપ દ્વારા નીચે ઉતરવાની કોશિશ કરી હતી. જ્યારે કેટલાક લોકોએ પોતાનો જીવ બચાવવા માટે બારીઓમાંથી છલાંગ લગાવી દીધી હતી. બારીઓમાંથી છલાંગ લગાવવામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. ફાયરબ્રિગેડ વિભાગે જણાવ્યા અનુસાર, કલાકો સુધી રાહત અને બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. રાહત-બચાવ કામગીરી દરમિયાન ઘણા બધા લોકોને બિલ્ડિંગમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી છે.

Next Story