Connect Gujarat
દેશ

બાબા રામદેવે જાહેર કર્યુ, કોણ બનશે પતંજિલનો વારસદાર

બાબા રામદેવે જાહેર કર્યુ, કોણ બનશે પતંજિલનો વારસદાર
X

પતંજલિની સફળતાથી ખુશ થયેલા બાબા રામદેવે તેમના બિઝનેસ અને પતંજલિ માટે ઘણી યોજનાઓ વિચારી રાખી છે.

પતંજલિની સફળતાનું રાજ જણાવતા બાબા રામદેવે કહ્યું હતું કે બિઝનેસમાં પારદર્શિતા અને જવાબદારીના કારણે આજે તે સફળ છે.

તેમણે કહ્યું હતું કે મોટી મલ્ટીનેશનલ કંપનીઓ પોતાની પ્રોડક્ટના માર્કેટિંગ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. મોટી સેલેબ્રિટીઓને બ્રાન્ડ એમ્બેસેડર રાખે છે. જેના માટે તેમને કરોડો રૂપિયા ચૂકવવામાં આવે છે. જ્યારે મારી પ્રોડક્ટ માટે હું જાતે જ કેમેરાની સામે ઉભો રહી પ્રોડક્ટ વિશે જાણકારી આપુ છું.

તેથી, લોકો જાણે છે કે હું મારી પ્રોડક્ટની ક્વોલિટી અંગે કેટલો જવાબદાર છું. લોકોએ મને 20-25 વર્ષથી સંઘર્ષ કરતા જોયો છે. તેમને ખબર છે કે બાબા રામદેવ જમીન પર સૂવે છે અને તેમને પોતાના માટે કંઇ જ જોઇતુ નથી. શું કોઇ MNCનો સીઇઓ કેમેરાની સામે ઉભા રહી પોતાની પ્રોડક્ટની જવાબદારી લઇ શકે છે.

બાબા રામદેવે જણાવ્યું હતું કે લોકો તેમની બ્રાન્ડમાં વિશ્વાસ કરે છે. તેમણે કહ્યું હતું કે અમે અમારા પ્રતિસ્પર્ધીઓથી વધુ સારી ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છીએ તેથી તે દેશમાં સફળ છે અને બહુ જ જલ્દી તે વિશ્વમાં પણ સફળ થશે.

બાબા રામદેવને પતંજલિના ઉત્તરાધિકારી અંગે પૂછતા તેમણે જણાવ્યું હતું કે અમારા પાસે 500થી વધુ યોગીઓની ટીમ છે. મારા ગુરૂ આચાર્ય પ્રદ્યુમ્ને તેમને એ રીતે જ પ્રશિક્ષિત કર્યા છે. જે રીતે તેમણે મને કર્યો છે. અમે કમ સે કમ 5000 યોગીઓને તાલીમ આપીશું જે ભવિષ્યમાં પતંજલિનું કામકાજ સંભાળશે.

Next Story