Connect Gujarat
ગુજરાત

બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાની હવે તારીખ 17 નવેમ્બર 2019, રવિવારે યોજાશે

બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાની હવે તારીખ 17 નવેમ્બર 2019, રવિવારે યોજાશે
X

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 20 ઓક્ટોબરે લેવાનારી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ કરવામાં આવતા દસ લાખથી પણ વધુ ઉમેદવારોમાં વિરોધનો સુર ઉઠ્યો હતો. ત્યારે આજે રાજ્ય સરકારે બેઠક કરી હતી. જે બાદ મહત્વની જાહેરાત કરતાં નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે કહ્યું કે, હવે જેમણે પણ આ પરીક્ષાનાં ફોર્મ ભર્યા છે, તેવા ઘોરણ 12 પાસ ઉમેદવારો અને કોઇપણ સ્નાતક ઉમેદવારો આ પરીક્ષા આપી શકશે. પરીક્ષાની નવી તારીખ 17 નવેમ્બર 2019, રવિવાર છે.

નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે આ અંગે જણાવ્યું કે, ' ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય કલાર્કની જે પરીક્ષા રદ કરી હતી અને આની સામે ઉમેદવારોએ, વિદ્યાર્થી મંડળોએ, ભાજપનાં નેતાઓએ રાજ્ય સરકારને રજૂઆત કરી હતી કે આ પરીક્ષામાં ઉમેદવારો તૈયારી કરી છે તે રાજ્ય સરકારનાં નિર્ણયને રદ કરવો જોઇએ.'વધુમાં તેમણે કહ્યું કે, 'અમારી સરકાર સંવેદનશીલ સરકાર છે. લોકોની લાગણી માંગણીને માન આપનારી સરકાર છે.

પ્રજાની લાગણીને ધ્યાનમાં રાખીને સરકારે સમજી , વિચારીને નિર્ણય રદ કરવાનો નિર્ણય મુલતવી કરવામાં આવે છે. ધોરણ 12 પાસ અને સ્નાતક વિદ્યાર્થીઓ બધા જ ઉમેદવારોને એક તક આપવાનો નિર્ણય કર્યો છે.

જેમણે પરીક્ષા અંગેની નોંધણી કરેલા તમામ ઉમેદવારો પરીક્ષા આપી શકે. આ બધા જ ઉમેદવારો ફરીથી પરીક્ષા આપી શકશે. આ પરીક્ષા હવે તારીખ 17-11-2019નાં રોજ યોજાશે. આ પરીક્ષા માટે 3171 કેન્દ્રો પર પરીક્ષા યોજાશે. પસંદગી પામેલ ઉમેદવારોને સરકારી નોકરી આપવામાં આવશે.

ગૌણ સેવા પસંદગી મંડળનાં અધ્યક્ષ, અસિત વોરાએ જણાવ્યું કે, 'એજ ફોર્મ અને એજ કોલ લેટર સાથે ઉમેદવારો પરીક્ષા આપી શકશે જેમાં કોઇ ફેરફાર નહીં કરવામાં આવે. કોઇએ પણ નવા ફોર્મ ભરવાની જરૂર નથી.'

Next Story