Connect Gujarat
બ્લોગ

બીજી મા સિનેમા : ધી શાસ્ત્રી ફાઈલ્સ જોવી જ પડે એવી ફિલ્મ

બીજી મા સિનેમા : ધી શાસ્ત્રી ફાઈલ્સ જોવી જ પડે એવી ફિલ્મ
X

એકેએક પત્રકારોએ ધી શાસ્ત્રી ફાઈલ્સ ફિલ્મ જોવી જ જોઈએ. વિવેક અગ્નિહોત્રી લિખિત, દિગ્દર્શિત ફિલ્મમાં એકપણ સ્ક્રીન શોટ એવો નથી જેને તમે ડિલીટ કરી શકો. ચોથી જાગીર અમર રહો !

મિથુન ચક્રવર્તી કાબિલેદાદ. નસીરુદ્દીન શાહને સો સો સલામ. રાજકરણીઓ કેવા હતા, છે અને ભવિષ્યમાં ચૂંટણી પરિણામ બાદ બનશે એ સૌને આબેહૂબ બતાવ્યા છે ‘ધી શાસ્ત્રી ફાઈલ્સ’માં ‘જય જવાન, જય કિશાન’ સૂત્રના જનકની દશા ‘જય શેતાન, જય હેવાન’ કરનાર પોલિટીશ્યન્સનો રાફડો છે.

આ બ્લોગમાં ડીટેલ વર્ણન કરવાનું ટાળ્યુ છે માત્ર કેટલાક સંવાદ લખું છું, આપ જોશો ત્યારે વાગોળવાનું ગમશે.

જાન મહોમ્મદ રસૌયાએ શાસ્ત્રીજીને દૂધમાં ઝેર આપ્યું હશે.

એક ઈતિહાસ લેખિકા બીજી સ્વૈચ્છિક સંસ્થાની ચેરમેનને કહે : આઈ ડોન્ટ વોન્ટ સ્લીપ ટુ સર્વાઈવ.

શાસ્ત્રીજીના મૃત્યુ બાદ દસ્તાવેજી લખાયેલું પુસ્તક: મિત્રોખીન આર્કિઈડ વોલ્યુમ.

જે ખંડમાં આખીય ફિલ્મનું શુટીંગ થયું છે, એમાં મુકવામાં આવેલી પ્રોપર્ટી ધ્યાનથી જોજો. ટેબલ લેમ્પ, કપ-રકાબી, ગ્લાસ, બ્લેક બોર્ડ ઉપરાંત નસીરૂદ્દીન શાહનો પેટ ડોગ, કલાકારોના ક્લોઝ અપ, વોઈસ મોડ્યુલેશન નાટ્ક અને ફિલ્મના ઉગતા કલાકારો માટે આ ફિલ્મ પાઠશાળા છે. પત્રકારને રાજકરણી ખાનગીમાં ઘરે બોલાવે ત્યારે :

પત્રકાર : આપકે મૂહમે હડ્ડી ફસી હોગી ઈસી લીયે યાદ કીયા.

રાજકરણી : પાસ્ટ (ભૂતકાળ) સે ડીચેજડ્ હોને કી ઓર ટી.વી. કે કેમેરે કે સામને ચૂપ રહેને કી હિંમત ચાહિએ.

પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીની તાશકન્દમાં થયેલી હત્યાના બે જ ચશ્મદીદ ગવાહ હતા. રામનાથ (રસૌયો) અને ડો.ચુગ.

બીજી ઓક્ટોબર લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મદિવસ છે તેની આજની પેઢીને ખબર જ નથી, કારણ મહાત્મા ગાંધીજીની આરતી એટલી ઉતારી જેથી જય જવાન જય કિશાન ભૂલાયા.

Next Story