Connect Gujarat
બ્લોગ

બીજી મા સિનેમા : મણીકર્ણીકા

બીજી મા સિનેમા : મણીકર્ણીકા
X

સોએ હુએ કો જગાના બહુત સરલ હૈ જો જાગ રહા હૈ ઉસે જગાના બડા મુશ્કિલ હોતા હૈ

ઐતિહાસિક ફિલ્મોની પ્રથમ હરોળમાં સ્થાન પામી શકે એવી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પરથી બનેલી ફિલ્મ મણીકર્ણીકા બેહદ રૂંવાટા ખડા કરી દે છે.

કંગના રનોતની મણીકર્ણીકા, મનુ તરીકે સંબોધન પામે જે નદી કિનારેથી મળે અને મહાત્મા એનું નામ મણીકર્ણીકાને પાડે. કુલભૂષણ ( દિક્ષીતજી ) મણીકર્ણીકા ને તીરંદાજી કરી એક વાઘને મારી નાખો એ આપણા બાળકો અને પશુને મારી ખાય છે. મણીકર્ણીકા કહે એનાથી બચવા માટેના ઉપાય શોધો અને હિંસક છે પણ આપણે માણસ છીએ એની હિંસા ન થાય આપણા રક્ષણ માટે એને રોકી જરૂર શકાય. આ દ્રશ્યો ફિલ્મના પ્રારંભના છે. મણીકર્ણીકા અદ્ભુત ઘોડેસવારી, તીરંદાજી કમાલની. ઉંચુ નિશાન માફ નીચુ કદાપિ નહીં જેમ.

ઝાંસીમા બ્રિટીશરોનો આતંક, કર્નલની સવારી પસાર થાય એટલે બધાએ કામધંધા બંધ કરી માથુ ઝુકાવીને સલામી આપવાની. અંગ્રેજોએ ભારતની ધરતી પર કરેલા જુલમની પરાકાષ્ઠા. આપણે વાંચેલી, સાંભળેલી વાતો ફિલ્મના પડદે જોઈએ તો જ ખબર પડે. અત્યારે જેને આપણે આતંકવાદી કહીએ છીએ એવું એક પાત્ર નલનેશ નીલ (તીરા સિંઘ) જે રાણી લક્ષ્મીબાઈ સાથે જોડાય, ડેની ડેન્ઝોન્ગા (ઘોસ ખાન) ના હાથે યુદ્ધ દરમ્યાન પકડાય છે જેને ડેની કહે છે, ઘર ફૂટે ઘર જાય. આ દ્રશ્ય એની પછીના લક્ષ્મીબાઈના સંવાદ જાણે જાહેરસભા સંબોધતા નમોનો જ અવતાર લાગે.

  • કંગના રનોત મુખ્ય અભિનેત્રી અને દિગ્દર્શક આ બન્ને એવૉર્ડ માટે દાવેદાર બનશે. મલ્ટીપ્લેક્ષમાં ફિલ્મ જોતી વખતે ત્રિદેવ શંકર, અહેસાન અને લુઈસની જોડીનું સંગીત ભારતીય હોવાનો ગૌરવ પેદા કરશે.
  • પેશ્વા બાજીરાવ ( સુરેશ ઓબેરોય ) અફલાતુન
  • તાત્યા ટોપે : હમ આજ કા સોચતે હૈ ઓર રાની લક્ષ્મીબાઈ આપ કલ કા સોચતી હો.
  • પેટમા ગર્ભ હોય અને પીઠ પર બારૂદ બાંધી યુદ્ધના મેદાનમાં લડે, ચારેબાજુથી ઘેરાય જાય અને બારૂદની ગુણી બાંધી આગમાં કૂદી પડે અને અંગ્રેજોનો ધ્વંસ કરે.

મણીકર્ણીકાને વાંચવાનો શોખ "હર્ષચરિતમ" પુસ્તકની એ શોધમાં એના લગ્ન મહારાણી ગંગાધર રાવ ( જીસુ સેનગુપ્તા ) થાય, એનો પતિ રાજમહેલની લાયબ્રેરી લઈ જાય. એક કઠેરામાં ઉભા રહેવાનું કહે. કઠેરાનો લાકડાનો આગળો વાસી એ દોરડા અને પગથી આખો કઠેરો ઉપર તરફ જાય. એક, બે, ત્રણ, પાંચ માળમાં લાઈન બંધ પુસ્તકો કઠેરો બની માળ પર ઉભો રહે અને પતિ, લક્ષ્મીબાઈને આંખના ઈશારાથી એક પુસ્તક તરફ જોવાનું કહે. 'હર્ષચરિતમ' પુસ્તક. લક્ષ્મીબાઈની આંખો ચકિત, પત્નીના શોખને અગાઉ થી જાણી એને જોઈતી અપ્રાપ્ય વસ્તુ પછી એ પુસ્તક હોય કે મોતીનો હાર. આ દ્રશ્ય દિગ્દર્શકને સો સો સલામ મારવા મજબૂર કરે.

ઝાંસી, ગ્વાલિયરના કિલ્લા એ જમાનામાં કેટલા વિશાળ અને મજબૂત હતા એનું અર્કિયોલોજીસ્ટ અને આર્કિટેક નક્કી કરશે. નીતા લુલ્લાનું ડ્રેસ ડિઝાઈનીંગ લાજવાબ. 'પાવરપેક' ફિલ્મ જોવાનો અનુભવ. ફિલ્મ જોતી વખતે દર્શકને બીજો કશો વિચાર જ ન ઉદભવે.

બે હાથ જોડીને વિનંતી આ પારિવારીક ફિલ્મ છે, આપના સંતાનને જરૂર સાથે લઈ જજો.

સૌથી પહેલા માતૃભૂમિ અને તે સ્વાભિમાનપૂર્વક તેની રક્ષા કરવાનો સંદેશ એટલે " મણીકર્ણીકા "

પ્રસૂન જોષીએ નમોની બાજુમાં બેસીને ' મણીકર્ણીકા 'ના સંવાદ લખ્યા હોય એવો અનુભવ મેં ફિલ્મ જોતી વખતે કર્યો.

૧૦૦ વાતની એક વાત મણીકર્ણીકા ફિલ્મ ભાજપનું પલ્લુ ભારે કરશે જ.

Next Story