Connect Gujarat
ગુજરાત

બીજી મા: સિનેમા

બીજી મા: સિનેમા
X

છેલ્લો દિવસ:રેકોર્ડ બ્રેક ગુજરાતી ફિલ્મના નિર્માતાઓ બેલ્વેડર ફિલ્મ્સે અનંતા પ્રોડક્શન્સ સાથે જોડાણ કરીને ફિલ્મ બની: કરસનદાસ-‘પે એન્ડ યુઝ’. વડોદરાનો માંજલપુર વિસ્તાર, વડોદરા મહાનગર કોર્પોરેશનનું પ્રવેશ દ્વાર અને રેલવે સ્ટેશન પર શૂટ થયેલી ફિલ્મમાં જાહેર શૌચાલયનો કેરટેકરની પ્રેમકહાની છે. ફિલ્મના અંતે સામાજિક સંદેશ આપે છે.

ફિલ્મ ડિરેક્ટર ક્રિશ્નદેવ યાજ્ઞિક. આ ફિલ્મ હસાવતા હસાવતા દર્શકોને વિચારતા કરે છે, આંખના ખૂણા ભીંજવી શકે એવા એમાં દ્રશ્યો છે. મુખ્ય કલાકાર મયુર ચૌહાણ, અભિનેત્રી દીક્ષા જોશી, ચેતન દાઈયા (પાણીપુરીવાળો), હેમાંગ શાહ અને જય ભટ્ટ(ચીનિયો) પ્રતિભાશાહી કલાકારો છે. સંગીતકાર બેલડી કેદાર-ભાર્ગવ, કરસનદાસ -પે એન્ડ યુઝ હળવી રોમેન્ટિક સ્ટોરી છે. એકવીસમી સદીમાં પણ સફાઈ કામદારો ભેદભાવ, જાતિજ્ઞાતિ,ઊંચનીચ, એમના પ્રત્યેની સુગના ભોગ બને છે. એની સામે એ લોકો જે કામ કરે છે તેની અનિવાર્યતા કેટલી જ, એ તો આપને સૌ ડોર ટુ ડોર કલેકશન વાન એક દિવસ મોડી પડે કે ન આવે તેનાથી માહિતગાર છીએ. નીરવ પંચાલનું એડીટીંગ, વેશભૂષા દાદ માંગી લે તેવી ઝલક મજેઠીયાની, રંગભૂષા આકાશ તપોધન, કોરિયોગ્રાફી કૃણાલ સોનીએ સંભાળી છે.

તળપદી ભાષા દર્શકોને સાંભળવી ગમે છે. છ વર્ષના મારા પૌત્ર તથ્યથી માંડીને ભારેખમ શરીરને સાચવીને ડગુમગુ પગલા માંડતા દાદીમાને સ્ટેરકેસ ઉતરતા જોયા અને તેમના મુખારવિંદ પર એ જ હાસ્ય, સારી ફિલ્મ જોયાનો આનંદ અને તે પણ માતૃભાષા ગુજરાતીમાં એ જ આપણા દર્શકોની ગુજરાતી ફિલ્મોને માણવાની, વધાવી લેવાની ઝીંદાદિલીને સો સો સલામ ! પ્રેમનું પ્રેશર. કરસનદાસ પે એન્ડ યુઝ કરમુક્ત ફિલ્મ જોવાની ચૂકશો નહિ. પંચાયત માંડીને વિધાનસભાના સફાઈકર્મીઓએ ઈ ફિલ્મ જોવી જોઈએ. જીંદગીમાં મલ્ટીપ્લેક્ષ થિયેટર જોયું જ નથી એવા હજારો સફાઈ સૈનિકોને માટે આ ઘરઆંગણે આવેલી તક છે. પંચાયત, મ્યુનિસીપાલીટી કોર્પોરેશનના અધિકારીઓ અને નગરસેવકોની નૈતિક ફરજ બને છે. એવી ગોઠવણ કારો, વ્યવસ્થા ઊભી કરો કે સાથે બેસીને સૌ આ ફિલ્મ જુએ. મેં મારી રીતે સફાઇકર્મીઓને ફિલ્મ બતાવવામાં આવે એના ચક્રો ગતિમાન કર્યા છે, જોઈએ કેટલા અંશે પ્રયત્નો સફળ થાય છે.

Next Story