Connect Gujarat
બ્લોગ

બીજી મા : સિનેમા

બીજી મા : સિનેમા
X

વર્ષ ૨૦૧૨માં ‘એક થા ટાઈગર’ રિલીઝ થયું હતું. પાંચ વર્ષ પછી ‘ટાઈગર ઝિંદા હૈ’ તા. ૨૨મી ડિસેમ્બર ૨૦૧૭ના રોજ સિનેમાઘરોમાં આવ્યું. પૂરા બે કલાકને ૨૨ મિનિટની ફિલ્મનું દિગ્દર્શન અલી અબ્બાસ ઝફરે કર્યું છે.

અવિનાશ સિંઘ રાઠોડ ‘ટાઈગર’ (સલમાન ખાન), ઝોયા (કેટરિના કૈફ), પૂર્ણા (અનુપ્રિયા ગોયેન્કા), ફિરદોસ (પરેશ રાવલ), નવિન (અંગદ બેદી), શેનોય (ગિરિશ કર્નાડ) અને બીજા ૩૩ કલાકારો સ્ક્રીન પર અભિનયના અજવાળા પાથરે. અન્ય દોઢસો રૂપેરી પડદા પાછળ કમાલ કરે, છતાં દર્શક તરીકે આપણે ક્રેડીટ સલમાન ખાનને આપીએ.

વર્ષ ૨૦૧૪માં ૪૦ પરિચારિકાઓનું(નર્સિસ) (૨૫ ઈન્ડિયન અને ૧૫ પાકિસ્તાની) અપહરણ થયુ હતું. ‘ટાઈગર ઝિંદા હૈ’ ફિલ્મ આ વિષય કેન્દ્રમાં રાખી બનાવવામાં આવી. વિશાલ શેખર સંગીતકાર છે. ૬ ગીતો છે.

રોમાન્સથી છ ગણા દિલધડક ફાઈટ સીન્સ બેફામ છે. ગણતરીપૂર્વકનું સાહસ છે. પરિવાર સાથે એકવાર માણી શકાય એવી ફિલ્મ છે. હાથમાં રિવોલ્વર, મશીન ગન કે રોકેટ લોન્ચર લઈને પોઝીશન લઈ ટારગેટને શુટ કરે એવો હિન્દી ફિલ્મ જગતના હીરો સલમાન ‘ટાઈગર’ને સલામ ! ટાઈગરની સાથે ટાઈગ્રેસના રોલમાં કેટરીના કૈફ (ઝીયા)એ યૌવન અને પાકિસ્તાનની જાસૂસનો રોલ બેખુબીથી અદા કર્યો છે. ભવિષ્યમાં “ટાઈગ્રેસ અભી ઝીંદા હૈ” કે “ભાભી આ ગઈ” ફિલ્મો આવે તો નવાઈ નહિ.

સંવાદ :

  • જીસને ગાલિબ ઓર ઈકબાલ પઢા હૈ

વો કભીભી હાથમે બંદૂક નહિ ઉઠાતે.

  • કેટરિના કૈફ
  • અબુ સલામનો અભિનય કરનારને સો સો સલામ !
  • ટાઈગર જબ શિકાર કરતા હૈ તો ઉસસે

બહેતર કોઈ શિકાર નહિ કર શકતા.

  • સલમાન ખાન

ન કરે નારાયણને ભારત પાકિસ્તાન વચ્ચે દોસ્તી થઈ જાય તો ફિલ્મ ઈતિહાસમાં “ટાઈગર ઝીંદા હૈ” ની નોંધ લેવી પડશે.

Next Story