Connect Gujarat
દુનિયા

બીજું વિશ્વયુદ્ધઃ માત્ર 10 બ્રિટિશ પાઉન્ડમાં વેચાયું હિટલરનું કોડિંગ મશીન!

બીજું વિશ્વયુદ્ધઃ માત્ર 10 બ્રિટિશ પાઉન્ડમાં વેચાયું હિટલરનું કોડિંગ મશીન!
X

એકસમયે એડોલ્ફ હિટલર અને તેના જનરલ વચ્ચે જે મશીનથી કોડેડ મેસેજ મોકલવામાં આવતા હતા તે મશીન માત્ર 10 બ્રિટિશ પાઉન્ડમાં ઇ-બાય પર વેચવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ મશીન ઇંગ્લેન્ડના એક શેડમાંથી મળી આવ્યું હતું.

બ્રિટનના નેશનલ મ્યુઝિયમ ખાતેના રિસર્ચકર્તાઓએ નોંધ્યું હતું કે 9.50 પાઉન્ડમાં ઇ-બાય પર વેચાણ માટે મૂકેલ ટેલિગ્રામ મશીન હકિકતમાં જર્મન આર્મી દ્વારા ટોપ સિક્રેટ કોડેડ મેસેજ મોકલવા માટે ઉપયોગમાં લેવાતું લોરેન્ઝ મશીન છે.

તેમાના એક રિસર્ચકર્તા જ્હોન વિટરે એક જાણીતી ન્યૂઝ વેબસાઇટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મારા સહકર્મી જ્યારે ઇ-બાયનું સ્કેનિંગ કરી રહ્યા હતા ત્યારે તેમણે આ મશીનનો ફોટો જોયો હતો.

ત્યારબાદ વિટર જાતે જ તેની વધુ તપાસ કરવા માટે સાઉથેન્ડના દક્ષિણી પૂર્વીય નગરમાં ગયા હતા. જ્યાં તેમને આ મશીન મળ્યું અને માત્ર 10 બ્રિટિશ પાઉન્ડ આપીને તેમણે આ મશીન ખરીદી લીધું હતું.

લોરેન્ઝ ટેલિપ્રિન્ટરનો ઉપયોગ બીજા વિશ્વ યુદ્ધ વખતે હિટલર અને તેના જનરલ વચ્ચે ખાનગી માહિતી મોકલવા માટે કરવામાં આવતો હતો.

Next Story