Connect Gujarat
ગુજરાત

બીટકોઈન કેસમાં મોટો ખુલાસો: CID એ કરી અમરેલી ના DSP ની ધરપકડ, એક નેતાનું નામ પણ ચર્ચામાં

બીટકોઈન કેસમાં મોટો ખુલાસો: CID એ કરી અમરેલી ના DSP ની ધરપકડ, એક નેતાનું નામ પણ ચર્ચામાં
X

સુરત ના બિલ્ડર શૈલેષ ભટ્ટ નું અપહરણ કરી તેની પાસેથી 12 કરોડ રૂપિયા ની કિંમતના બીટકોઈ પડાવી લીધા હતા. જે ગુનાની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે. સાયબર ક્રાઇમ હેઠળ ગુનો નોંધાતા પોલીસ કર્મચારીઓ જ આ ગૂનામા સન્ડોવાયેલા હોવાનું સામે આવ્યું હતું. જેમાં અમરેલી ના પીઆઈ સહિત અત્યાર સુધીમાં કુલ ત્રણ પોલીસ કર્મચારીઓની ધરપકડ થઈ ચૂકી છે.

હવે આ બીટકોઈ કેસમાં અમરેલી ના પીઆઈ અનંત પટેલ ની ધરપકડ બાદ તેની પૂછપરછ કરતાં મોટો ખુલાશો થયો છે. જેમાં અમરેલી જિલ્લા પોલીસ વડા જગદીશ પટેલ પણ સામેલ હોવાનું સામે આવ્યું છે. જે બાદ તેમણે CID સમક્ષ પોતાનું નિવેદન નોંધાવવા જાણ કરવામાં આવી હતી. જોકે તેમણે કોઈ નિવેદન નહીં નોંધાવતાં ક્રાઈમ બ્રાંચ દ્વારા અમરેલીમાં જિલ્લા પોલીસ વડાના સત્તાવાર નિવાસસ્થાને જઇને જગદીશ પટેલની ધરપકડ કરી હતી. જોકે તેમને આજે સોમવારે ગાંધીનગર ખાતે CID ની ઓફિસ ઉપર લવાયા બાદ સત્તાવાર ધરપકડ બતાવવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ બીટકોઈ કેસમાં અમરેલીના જ એક રાજકીય પક્ષના મોટા નેતાનું પણ નામ સામે આવી રહ્યું છે. ભવિષ્યમાં આ રાજકીય અગ્રણી ની પણ CID દ્વારા પૂછપરછ કરવામાં આવે અથવા ધરપકડ કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Next Story