Connect Gujarat
દેશ

બેગ્લુરુંની IIScની રિસર્ચ લેબમાં ભીષણ વિસ્ફોટ, એકનું મોત, 3 ઘાયલ

બેગ્લુરુંની IIScની રિસર્ચ લેબમાં ભીષણ વિસ્ફોટ, એકનું મોત, 3 ઘાયલ
X

કર્ણાટકની રાજધાની બેગ્લુરુંમાં આવેલ પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાન ઈન્ડિયન ઈસ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એક વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટના કારણે એક વૈજ્ઞાનિકનું મોત થયું છે. મીડિયા દ્રારા જાણકારીમળી હતીકે બુધવારે બપોરે એક હાઇડ્રોડન સિલિન્ડરમાં મોટો બ્લાસ્ટ થયો હતો. બેંગ્લુરું પોલીસ હાલ ઘટનાની તપાસમાં જોડાઇ ગઇ છે.

સૂત્રોના મતે, વિસ્ફોટ એટલો જબરદસ્ત હતો કે 30 વર્ષના રિસર્ચર મનોજ કુમારનું મોત થઇ ગયું છે અને ત્રણ અન્ય રિસર્ચર ગંભીર રૂપથી ઘાયલ થઇ ગયા છે. બતાવવામાં આવી રહ્યું છે કે, આ વિસ્ફોટ આઈઆઈએસસી બેંગ્લુરુંના એરોસ્પેસ લેબમાં થયો હતો. આ ઘટનામાં એક રિસર્ચરનું મોત ઘટના સ્થળે જ થયું હતું, જ્યારે ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.

સૂત્રોના મતે, લેબ અધિકારીઓએ જણાવ્યું કે, ઘટનાસ્થળેથી ગેસ કે આગની કોઇ જાણકારી મળી શકી નથી

Next Story