Connect Gujarat
દેશ

બે એપ્રિલનો દિવસ ટીમ ઇન્ડિયા માટે છે ઐતિહાસિક

બે એપ્રિલનો દિવસ ટીમ ઇન્ડિયા માટે છે ઐતિહાસિક
X

ભારતે 1983માં પ્રથમ વખત ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યુ હતુ અને બીજી વખત ભારત આ જ દિવસે એટલે કે (2 એપ્રિલ 2011 ) બીજા વર્લ્ડ કપ પર પોતાનો કબ્જો જમાવ્યો હતો, જેમાં 28 વર્ષ પછી ભારતીય ટીમ ફરી એક વખત ચેમ્પિયન બની ઇતિહાસ રચ્યો હતો, વર્લ્ડ કપ 2011માં ફાઇનલ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી, અને ટીમ ઇન્ડિયાએ શ્રીલંકાને હરાવી કેટલાક રેકોર્ડ પોતાને નામે કર્યા હતા.

unnamed (4)

ભારતીય ટીમ વેસ્ટઇન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા પછી ત્રીજી એવી ટીમ બની જે બે થી વધુ વખત ચેમ્પિયન બની છે. ભારતીય ટીમ સિવાય કોઈ પણ ટીમે પોતાની ઘરતી પર વર્લ્ડ કપ જીત્યો ન હતો.જેમાં શ્રીલંકા એ ભારતને 275 રન બનાવવાનો લક્ષ્યાંક આપ્યો હતો તેની સામે ટીમ ઇન્ડિયાએ 6 વિકેટે ભવ્ય જીત મેળવી હતી.

unnamed (3)

આ મેચમાં ધોનીએ ગંભીરની સાથે 109 રનની શાનદાર ભાગેદારી કરી હતી, ગૌતમ ગંભીરે 97 રનની ઇનિંગ રમી હતી, જ્યારે ધોનીએ 79 બોલમાં 91 રન બનાવ્યા સાથે બેસ્ટ ફિનિશર તરીકે વિજયી સિક્સર ફટકારી દેશના કરોડો લોકોના દિલ જીતી લીધા જતા હતા અને 2011ના વર્લ્ડ કપમાં તે મેન ઓફ ધ મેચ બન્યા હતા.

unnamed (5)

Next Story