Connect Gujarat
દેશ

બોલીવુડમાં પારિવારીક ફિલ્મો થકી ચાહકોના દિલમાં વસેલા રીમા લાગુના નિધન થી ફિલ્મજગત શોક મગ્ન

બોલીવુડમાં પારિવારીક ફિલ્મો થકી ચાહકોના દિલમાં વસેલા રીમા લાગુના નિધન થી ફિલ્મજગત શોક મગ્ન
X

બોલીવુડમાં માતાજીના હુલામણા નામથી જાણીતા બનેલા અને પારિવારીક ફિલ્મોમાં મા નો રોલ કરીને ચાહકોના દિલમાં વસેલા રીમા લાગુના નિધનથી ફિલ્મજગતમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.

જાણવા મળ્યા મુજબ તારીખ 17મી ની રાત્રીએ રીમા લાગુને હૃદય રોગનો હુમલો આવ્યો હતો,જેના કારણે તેઓને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા.

જોકે તારીખ 18મી ગુરુવારને વહેલી સવારે રીમા લાગુને ફરીથી હૃદય રોગનો હુમલો ઉપડતા તેઓએ હોસ્પિટલના બિછાને જ અંતિમ શ્વાસ લીધા હતા.

રીમા લાગુનો જન્મ 3 ફેબ્રુઆરી 1958માં થયો હતો,તેઓનું સાચુ નામ ગુરિંદર ભદભદે હતુ.અને લગ્ન બાદ તેઓનું નામ રીમા લાગુ રાખવામાં આવ્યુ હતુ.

રીમા લાગુએ આશિકી,મેને પ્યાર કિયા,વાસ્તવ,કુછ કુછ હોતા હૈ ,હમ આપ કે હૈ કોન , હમ સાથ સાથ હૈ,સાજન ,સહિતની વિવિધ ફિલ્મોમાં તેઓએ માતા તરીકેનો અભિનય કરીને માતાજીના હુલામણા નામથી ઓળખાવા લાગ્યા હતા,રીમા લાગુએ ટેલિવિઝન ક્ષેત્રે શ્રીમાન શ્રીમતી અને તું તું મેં મેં જેવી હિન્દી ધારાવાહિક માં પણ કામ કર્યુ હતુ.

જાણવા મળ્યા મુજબ આજરોજ બપોરના સમયે ઓશિવરા ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.તેઓના અંતિમ દર્શન અર્થે ફિલ્મજગતની હસ્તીઓ પણ ઉપસ્થિત રહેશે.

Next Story