Connect Gujarat
દુનિયા

બોલ્ટ પરની દસ્તાવેજી ફિલ્મથી જમૈકાની બ્રાન્ડને પ્રોત્સાહન મળશે : PM હોલનેસ

બોલ્ટ પરની દસ્તાવેજી ફિલ્મથી જમૈકાની બ્રાન્ડને પ્રોત્સાહન મળશે : PM હોલનેસ
X

જમૈકા ના સ્ટાર ખેલાડી અને દુનિયાના સૌથી ઝડપી માનવી તરીકે સમગ્ર વિશ્વમાં નામના મેળવનાર યુસૈન બોલ્ટ પર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવામાં આવી રહી છે.

જમૈકા ના વડાપ્રધાન એન્ડ્રુ હોલનેસ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે યુસૈન બોલ્ટના જીવન અને ટ્રેક પર મેળવેલી સફળતાઓ પર " I AM BOLT " નામની એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવાશે.બોલ્ટ અત્યારે જમૈકાનો સૌથી મોટો એમ્બેસેડર છે તેના વ્યક્તિત્વ , ક્ષમતા ને કારણે જમૈકાની બ્રાન્ડને એક નવી દિશા મળી છે.

બોલ્ટે 9 ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યા છે તેમજ ઝડપી 100 મીટર અને 200 મીટરના રેકોર્ડ પણ ધરાવે છે.

હોલનેસે ટ્રીપલ ઓલિમ્પિક ચેમ્પિયન અને વિશ્વ વિક્રમ ધારક બોલ્ટની તેની સિદ્ધિઓ તેમજ ટ્રેક અને ફિલ્ડ રમતમાં તેના યોગદાન માટે પ્રશંસા કરી હતી.

વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે ક્ષેત્ર પરની તેની પ્રાપ્તિઓ, આકર્ષક વ્યક્તિત્વ અને સ્વચ્છ છબી તેને બીજા કરતા અલગ તારે છે, તે એક રાષ્ટ્રીય ખજાનો છે તથા આપણે માનવ તરીકે સખત મહેનત દ્વારા શું કરી શકીએ છીએ તેના ઉદાહરણરૂપ છે તે જમૈકાનો જ નહિ પરંતુ સમગ્ર વિશ્વનો હીરો છે.

હોલનેસે ઉમેર્યું હતુ કે સરકાર બોલ્ટ સાથે મળીને તેની લોકપ્રિયતા અને યોગદાન દ્વારા કેવી રીતે દેશનો ઝડપી આર્થિક વિકાસ સાધી શકાય તે દિશામાં ચર્ચા વિચારણા કરશે.

Next Story