Connect Gujarat
દુનિયા

બ્રિટનમાં પાઉન્ડના નવા સિક્કા લોન્ચ થશે, જાણો નવા સિક્કા વિશે

બ્રિટનમાં પાઉન્ડના નવા સિક્કા લોન્ચ થશે, જાણો નવા સિક્કા વિશે
X

બ્રિટિશ સરકાર દ્વારા પાઉન્ડના જુના સિક્કાના સ્થાને માર્ચ સુધીમાં નવા સિક્કા બહાર પડશે.

બ્રિટિશ ટ્રેઝરી દ્વારા રવિવારના રોજ જાહેરાત કરવામાં આવી હતી જે મુજબ 12 બાજુ ધરાવતા આ નવા સિક્કાને રોયલ મિન્ટ દ્વારા વેલ્સમાં બનાવવામાં આવશે અને 28 માર્ચના રોજ રજુ થશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર શરૂઆતમાં 1.2 અબજ જેટલા નવા સિક્કા જારી કરવામાં આવશે તેમજ તેનો ઉદેશ આધુનિક સમયમાં નકલી ચલણને પ્રસરતું અટકાવવાનો પણ છે.

આ નવા સિક્કાની 12 બાજુઓને સ્પર્શ દ્વારા પણ ઓળખી શકાય છે જે બે ધાતુમાંથી બનાવવામાં આવ્યો છે, બાહ્ય રિંગમાં સોના જેવો રંગ (નિકલ, બ્રાસ) અને અંદરની રિંગમાં ચાંદી જેવો રંગ (નિકલના ઢોળવાળું એલોય) છે.

સિક્કાની એક તરફ હોલોગ્રામ જેવી છાપ સાથે વન પાઉન્ડ લખેલું હશે તેમજ 1952 થી સાશન સાંભળનાર વિશ્વમાં સૌથી લાંબી સેવા આપનાર રાજા તરીકે રાણી એલિઝાબેથ II ચિત્ર જોવા મળશે.

Next Story