Connect Gujarat
ગુજરાત

ભક્તો માટે આસ્થાનું સ્થાનક એટલે ક્ષિપ્રા ગણેશ મંદિર

ભક્તો માટે આસ્થાનું સ્થાનક એટલે ક્ષિપ્રા ગણેશ મંદિર
X

ભરૂચ જિલ્લા ની ઔદ્યોગિક ભૂમિ અંકલેશ્વર નું ધાર્મિક મહત્વ પણ એટલુંજ છે,માંડવ્ય ઋષિ ના તપોબળ થી પવિત્ર થયેલી રામકુંડ તીર્થ ની ભુમી માં બિરાજમાન છે ક્ષિપ્રા ગણેશ જે ભક્તો માટે આસ્થા સ્થાનક છે.

અંકલેશ્વર નું રામકુંડ તીર્થ કે જે માંડવ્ય ઋષિના તપોબળ થી પવિત્ર થયેલી ભુમી છે.અને જેનો ઉલ્લેખ નર્મદા પુરાણ તથા શ્રીમદ્દ ભગવત માં પણ કરવામાં આવ્યો છે.શ્રી માંડવ્યેશ્વર મહાદેવ મંદિર ના પટાંગણ માં ગૌતમ ગણેશ નું પૌરાણિક મંદિર પણ આવેલુ છે.પરંતુ સમયાંતરે મંદિર જીર્ણ થતા તેનો જીર્ણોધાર કરવામાં આવ્યો છે.જેમાં ક્ષિપ્રા ગણેશજી ની અલૌકિક પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવી છે.

ભારતભર માં નવમુ અને ગુજરાતનું આ પ્રથમ ક્ષિપ્રા ગણેશ મંદિર છે.ક્ષિપ્રાનો અર્થ થાય છે ભક્તોને તુરંત શુભ પરિણામ આપનાર ક્ષિપ્રા ગણપતિ ની પ્રતિમા શ્રી વિઘ્નહર્તા ગણેશની 32 મુદ્રા પૈકીની એક છે.ક્ષિપ્રા ગણેશ સુંદર દેખાવવાળા,તુરંત આશીર્વાદ અને ફળ આપનાર,હાથો માં પાશ,અંકુશ અને મનોરથ પુર્ણ કરનાર કલ્પવૃક્ષ ધારણ કરનાર,જમણી સુંઢમાં આભૂષણો અને રત્નો થી ભરેલો કળશ ધરાવનાર એવા વિશિષ્ટ દેવ ગણેશ તમામ ભાવિક ભક્તો માટે કલ્યાણકારી છે.

ક્ષિપ્રા ગણેશજીના દર્શન અર્થે આવતા ભક્તો વિઘ્નહર્તા દેવની અલૌકિક પ્રતિમા ના દર્શન કરીને કૃતાર્થ થાય છે.આમ તો બારે માસ ભક્તો ક્ષિપ્રા ગણેશજી ના દર્શને આવે છે પરંતુ ગણેશોત્સવ નિમિતે ભક્તોની આસ્થા બેવડાય છે અને દુંદાળા દેવના પૂજન અર્ચન અને ભક્તિ રસ માં તરબોળ બની રહ્યા છે.

Next Story