Connect Gujarat
ગુજરાત

ભણતરના ભારથી વધૂ એક માસૂમે ગૂમાવ્યો જીવ, સ્યૂસાઈડ નોટમાં લખ્યૂ " મારે નહોતું ભણવું ગુડ બાય જય શ્રી કૃષ્ણ "

ભણતરના ભારથી વધૂ એક માસૂમે ગૂમાવ્યો જીવ, સ્યૂસાઈડ નોટમાં લખ્યૂ  મારે નહોતું ભણવું ગુડ બાય જય શ્રી કૃષ્ણ
X

રાજકોટમાં ભણતરના ભારથી વધૂ એક વિદ્યાર્થી એ આપઘાત કર્યો છે. મૃતક વિદ્યાર્થી પોતે કેશોદનો વતની હતો અને હાલ તે રાજકોટમાં હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતો હતો. 16 વર્ષના ચિંતને રાજકોટમાં પોતાના કાકાની દીકરીના ઘરે આત્મઘાતી પગલૂ ભર્યૂ છે.

આત્મઘાતી પગલૂ ભરતાં પહેલાં ચિંતને માર્કર પેન થી દીવાલ પર બે લાઈન લખી હતી. જેમાં લખ્યૂ હતૂ કે,'મારે નહોતું ભણવું ગુડ બાય જય શ્રી કૃષ્ણ'. મૃતક ચિંતન રાજકોટના ક્રિસ્ટલ મોલ પાસે આવેલી અજૂડિયા હોસ્ટેલમાં રહેતો હતો. પરંતૂ હાલ સાતમ આઠમની રાજકોટમાં રજા હોઈ તે પોતાની કાકાની દીકરીના ઘરે રોકાવા ગયો હતો. ત્યારે ગત રાત્રીના કાકાની દીકરી અને તેના પતિ બહાર ફરવા ગયા હતા, આ અરસામાં ઘરમાં કોઈ ના હોઈ અને ચિંતને આ પગલૂ ભર્યૂ હતૂ. જો કે પરિવારજનો જ્યારે મોડી રાત્રે ઘરે પરત આવ્યા ત્યારે ચિંતનો મૃતદેહ પંખા સાથે લટકતો હતો. જો કે હાલ પોલીસે પરિવારજનો અને મૃતક વિદ્યાર્થીના મિત્ર વર્તૂળની પૂછપરછ કરી તપાસ હાથ ધરી છે.

unnamed

વિશ્વમાં વધુ આપઘાત માત્ર યુવાનો જ કરે છે

who (World Health Organization )દ્વારા એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યુ હતુ, જેમાં કંઈક ચોંકાવનારા ખૂલાસાઓ સામે આવ્યા હતા. સર્વેક્ષણમાં 15થી 29 વર્ષના યુવાનો આપઘાત કરતા હોવાનો ચોંકાવનારો ખૂલાસો થયો હતો. જો કે આ વય જ એવી હોઈ છે કે જેમાં યુવાનો સૌથી વધુ અભ્યાસ કરતા હોઈ છે.

Next Story