Connect Gujarat
શિક્ષણ

ભણતર ને કોઈ ઉંમર નો બાંધ નડતો નથી

ભણતર ને કોઈ ઉંમર નો બાંધ નડતો નથી
X

ભણતર ને કોઈ ઉંમર નો બાંધ નડતો નથી તે વાત આજે ભરૂચ ખાતે ના ઝાડેસવર મા રહેતા અને આમોદ ફોરેસ્ટડિપાર્ટમેન્ટ મા ફરજ બાજાવતા હેમંત સિંહ પ્રતાપસિંહ યાદવ થી સમજવા જેવી છે..

આજ ના યુગ માં ભણતર એક મૂળ જરૂરિયાત છે ભણતર વગર નું જીવન એક કોરા કાગળ સમાન હોય છે..સમાજ માં ભણતર એક મોટી જરૂરત છે ભણતર વગર જીવન માં આગળ વધવું ઘણું કપરું છે.આજ ના યુગ માં ભણતર થી આપને સમાજ માં એક સારી ઓળખ મળે છે.

જ્ઞાન અને વિદ્યા મેળવા માટે કોઈ ઉંમર નો બાધ નથી નડતો..એવાજ હેમંત ભાઈ ને કદાચ હવે સમજાયું .સરકારી નોકરી તો હેમંત ભાઈ આમોદ ફોરેસ્ટ વિભાગ માં કરે છે પણ કહેવાય છે કે ભણતર વગર નું જ્ઞાન નકામું તેમ હેમંત ભાઈ પ્રતાપ ભાઈ યાદવ જ્યારે 50 વર્ષ ના થયા અને ત્યારે તેમણે પોતાનાજ વિભાગ માં ઉચ્ચતર પગાર મેળવા માટે ની રજુઆત કરી ત્યારે તેમને એમનું ઓછું ભણતર નડી ગયું.અને તેમને તે વખત નક્કી કરીયું કે લોકો જે કહે તે પણ હું મારું ભણતર પૂરું કરીશ અને હું મારી ઉચ્ચતર પગાર મેળવા માટે ની ઈચ્છા માટે હું ભણીસ અને આગળ પણ આવી પરીક્ષા આપી પોતાની ગુણવત્તા સાબિત કરીશ ..

હેમંત ભાઈ યાદવ જેવા લોકોને સલામ કરવા રહ્યા જે પોતાનો લક્ષ પૂરું કરવા માટે લોકો શુ કહે છે અને લોકો શુ વિચારે છે તે અવગણી 10 માની પરીક્ષા આપી રહ્યા છે..

Next Story