Connect Gujarat
ગુજરાત

ભરુચ : ગુરુવંદનાનો શ્રેષ્ઠ દિવસ એટલે ગુરુપૂર્ણિમા, સનાતન ધર્મ પરિવાર દ્વારા ગુરુપૂર્ણિમાની કરાઇ ઉજવણી

ભરુચ : ગુરુવંદનાનો શ્રેષ્ઠ દિવસ એટલે ગુરુપૂર્ણિમા, સનાતન ધર્મ પરિવાર દ્વારા ગુરુપૂર્ણિમાની કરાઇ ઉજવણી
X

ગુરુપૂર્ણિમા એટલે જ્ઞાનનું પર્વ, ગુરુવંદનાનો શ્રેષ્ઠ દિવસ એટલે ગુરુ પૂર્ણિમા, ગુરુપૂર્ણિમા એટલે ગુરુ અને શિષ્યના પવિત્ર સંબધોને ગાઢ બનાવતું પર્વ.

ગુરુપૂર્ણિમાનો ઉત્સવ અષાઢ સુદ પૂનમના દિવસે મનાવવામાં આવે છે. ગુરુપૂર્ણિમા વર્ષોથી હિંદુ ધર્મમાં મનાવવામાં આવતો ઉત્સવ છે. આજના દિવસે મુખ્યત્વે આધ્યાત્મિક ગુરુનું સ્મરણ અને પૂજન કરવામાં આવે છે. મહાભારતના રચયિતા વેદ વ્યાસનો જન્મદિવસ આ દિવસે હોવાથી તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમાના નામથી પણ ઓળખવામાં આવે છે.

ભરૂચના નાંદેવર રોડ સ્થિત રજનીગંધા સોસાયટી ખાતે સનાતન ધર્મ પરિવાર દ્વારા ગુરુપૂર્ણિમાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. સનાતન ધર્મ પરિવારના ગુરુ સોમદાસબાપુના દર્શન કરી આશીર્વાદ રૂપી પ્રસાદ લઈ હજારોની સંખ્યામાં લોકોએ ધન્યતા અનુભવી હતી. સોમદાસબાપુના સાનિધ્યમાં ગુરુ પ્રવચન, સંગીતમય ભજન સત્સંગ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો દ્વારા ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે સનાતન ધર્મ પરિવારના સભ્ય ધનજી પરમાર, ધર્મેશ પરમાર અને પરિવારજનો તેમજ ભરુચ જિલ્લા તથા રાજયભરમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહી આજના પવિત્ર દિવસ ગુરુપૂર્ણિમાની ઉજવણી કરી હતી.

Next Story