Connect Gujarat
ગુજરાત

ભરૂચ : રેલ્વે પોલીસ કોન્સ્ટેબલે માતા સહિત બે માસના પુત્રનો બચાવ્યો જીવ, ચાલુ ટ્રેનમાં લટકી જવાના સીસીટીવી ફૂટેજ આવ્યા બહાર

ભરૂચ : રેલ્વે પોલીસ કોન્સ્ટેબલે માતા સહિત બે માસના પુત્રનો બચાવ્યો જીવ, ચાલુ ટ્રેનમાં લટકી જવાના સીસીટીવી ફૂટેજ આવ્યા બહાર
X

ભરૂચ રેલ્વે સ્ટેશન ખાતે ચાલુ ટ્રેનમાંથી બહાર લટકી પડેલ એક મહિલા સહિત બે માસના બાળકને રેલ્વે આરપીએફના જવાને બચાવી લીધા હતા.

ભરૂચ રેલ્વે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ નં. ૪ ઉપર સાંજના સમયે એક ટ્રેનમાં ચઢતી વેળા ટ્રેન તેના નિયત સમય મુજબ ચાલુ થઈ ગઈ હતી. હેબતાઈ ગયેલી મહિલાએ તેના બે માસના બાળક સાથે ટ્રેનના ડબ્બામાં ચઢવાનો પ્રયાસ કર્યો હતો. તે દરમ્યાન મહિલા તેના બાળક સાથે ટ્રેનના દરવાજા પર લટકી પડી હતી. આ સમયે નજીકમાં પ્લેટફોર્મ ઉપર હાજર આરપીએફના કોન્સટેબલ હિરેનકુમાર વાણીએ સમય સૂચક્તા વાપરી મહિલા તેમજ તેના બાળકને ટ્રેનથી દૂર ખેચી લઈ બન્નેનો બચાવ કર્યો હતો.

આ સમગ્ર ઘટના રેલ્વે સ્ટેશન ખાતે સજ્જ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. હાલ રેલ્વે પોલીસના કોન્સ્ટેબલની કામગીરીની ચારેય તરફથી સરહનાહ થઈ રહી છે.

Next Story