Connect Gujarat
ગુજરાત

ભરૂચઃ ઝઘડિયામાં સવારના સમયે ઘરમાં લાગી આગ, દિવ્યાંગ પુત્રનું મોત

ભરૂચઃ ઝઘડિયામાં સવારના સમયે ઘરમાં લાગી આગ, દિવ્યાંગ પુત્રનું મોત
X

ચા ની લારી ચલાવતો પરિવાર ધંધાર્થે નીકળ્યો હતો, ઘરમાં દિવ્યાંગ પુત્ર સૂઈ રહ્યો હતો

ભરૂચ જિલ્લાનાં ઝઘડિયા તાલુકા મથકે આજરોજ વહેલી સવારે એક મકાનમાં આગ લાગી હતી. આગની ઘટનામાં પરિવારના દિવ્યાંગ પુત્રનું મોત નિપજ્યું હતું. જ્યારે તમામ ઘરખરી બળીને ખાક થઈ ગઈ હતી. ઝઘડિયા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

[gallery size="large" td_select_gallery_slide="slide" ids="79243,79244,79245,79246,79247,79248,79249"]

ભરૂચ જિલ્લાનાં ઝઘડિયા ખાતે આવેલી નરહરીની ચાલમાં રહેતા સતિષ વસાવા ઝઘડિયા ચાર રસ્તા ખાતે ચા ની લારી ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. પતિ-પત્ની આજરોજ સવારનાં સમયે પોતાનાં નિયત સમય પ્રમાણે ધંધાર્થે નીકળી ગયા હતા. તેવામાં ઘરમાં સવારનાં સમયે આગ લાગી હતી. આગની જ્વાળાઓની લપેટમાં આવી ગયેલા ઘરમાં પરિવારનો 29 વર્ષિય દિવ્યાંગ પુત્ર ભાવેશ ઉંઘમાં હતો. જેનું આગની ઘટનામાં મોત નિપજ્યું હતું.

ઘરમાંથી ધુમાડાનાં ગોટે ગોટા નીકળતાં આસપાસનાં લોકોમાં દોડધામ મચી હતી. ઝઘડિયા જીઆઇડીસીના ફાયર ફાયટરોને ઘટનાની જાણ કરવામાં આવતાં ફાયર ટેન્ડરોએ સ્થળ ઉપર દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આગની ઘટનામાં સમગ્ર ઘરવખરી બળીને ખાક થઈ ગઈ હતી. ઘરમાં રહેલા ફ્રિઝનું કોમ્પ્રેસર ફાટતાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે. ઝઘડિયા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

Next Story