Connect Gujarat
ગુજરાત

ભરૂચઃ વિવિધ વિસ્તારોમાં ખાડા પડતાં ગંદકીનું સામ્રાજ્ય, લોકો મુશ્કેલીમાં

ભરૂચઃ વિવિધ વિસ્તારોમાં ખાડા પડતાં ગંદકીનું સામ્રાજ્ય, લોકો મુશ્કેલીમાં
X

શહેરનાં ફુરજા ,ઘાસ મંડાઈ, ફાંટા તળાવના રહિશોની સ્થિતિ હાલમાં દયનીય બની ગઈ

ભરૂચ નગર પાલિકા વિસ્તારમાં તંત્ર દ્વારા પ્રિમોન્સુન કામગીરીમાં કરવામાં આવેલી નિષ્કાળજી હવે રોજે રોજ સામે આવી રહી છે. વિવિધ વિસ્તારો ગંદકીના ઢગ ખડકાઈ રહ્યા છે. તો સાથે સાથે પાણીનો ભરાવો થતાં રોગચાળાના ભય સાથે મચ્છરોનો ત્રાસ વર્તાઈ રહ્યો છે.

શહેરનાં ફુરજા ,ઘાસ મંડાઈ, ફાંટા તળાવના રહિશોની સ્થિતિ હાલમાં દયનીય બની ગઈ છે. સોસાયટીઓમાં ભરાયેલાં વરસાદી પાણીના યોગ્ય નિકાલનાં અભાવે હવે લોકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો પાલિકા તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. વહેલી તકે ગંદકીને દૂર કરવામાં આવે તેવી માંગ પણ કરી રહ્યા છે.

Next Story