Connect Gujarat
ગુજરાત

ભરૂચના અંગારેશ્વર ખાતે બાળકોને શૈક્ષણિક કિટ, તીથી ભોજન સહિત સન્માનવાનો કાર્યક્રમ યોજાયો

ભરૂચના અંગારેશ્વર ખાતે બાળકોને શૈક્ષણિક કિટ, તીથી ભોજન સહિત સન્માનવાનો કાર્યક્રમ યોજાયો
X

રાજકીય તેમજ સામાજિક આગેવાન સ્વર્ગસ્થ ભીમાભાઈ વણકરની ૧૦મી વાર્ષિક પૂણ્યતિથિ નિમિત્તે તેમના પરિવાર તરફથી પ્રાથમિક શાળામાં બાળકોને શૈક્ષણિક કીટ તેમજ તીથી ભોજન કરાવવામાં આવ્યું તેમજ રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દહેજ દ્વારા ૧ થી ૮ ધોરણમાં અભ્યાસ કરતા બાળકોને પ્રથમ ૧ થી ૩ ક્રમે આવનાર બાળકોને એવોર્ડ તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="101506,101507,101508,101509,101510"]

તા 2/7/2019 ના રોજ અંગારેશ્વર મુકામે પ્રાથમિક શાળામાં સ્વર્ગસ્થ ભીમાભાઈ વણકરની ૧૦મી વાર્ષિક પૂણ્યતિથિ નિમિત્તે પરિવાર તરફથી શૈક્ષણિક કીટ તેમજ તીથી ભોજન કરવામાં આવ્યું હતું. જયારે રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દહેજ દ્વારા આ પ્રસંગે ૧ થી ૩ ક્રમે આવનાર બાળકોને એવોર્ડ તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગ્રામજનો તેમજ પરિવાર દ્વારા સ્વર્ગસ્થ ભીમાભાઈ વણકરને ફૂલ હાર કરી હાર્દિક શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. સ્કૂલના મુખ્ય આચાર્ય ઘનશ્યામસિંહ ગોહિલ દ્વારા સ્વર્ગસ્થ ભીમાભાઈ વણકરના કાર્યને યાદ કરી શ્રધ્ધાંજલી આપી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દહેજ તરફથી C.S.R કોર્ડિનેટર હેમરાજ પટેલ તેમજ રિલાયન્સ ફાઉન્ડેશન માંથી રંજનાબેન હાજર રહ્યા હતા ત્યારે શ્રધ્ધાંજલી કાર્યક્રમમાં ગામના સરપંચ કમલેશભાઈ માછી ખાસ ઉપસ્થિતિ રહ્યા હતા.

Next Story