Connect Gujarat
ગુજરાત

ભરૂચના અયોધ્યાનગરમાં ગેરકાયદેસર દબાણો ફરી વિવાદમાં

ભરૂચના અયોધ્યાનગરમાં ગેરકાયદેસર દબાણો ફરી વિવાદમાં
X

એક જ એરિયામાં રહેતા લોકો આમને–સામને

ભરૂચના અયોધ્યાનગર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણનો મુદૃ વિવાદીત બનતો જાય છે.થોડા મહિનાઓ પૂર્વે એકબીજા સામે ગેરકાયદેસર દબાણો કરવાની ફરીયાદો બાદ બૌડાએ કાયદાની આડમાં અડધા–પડધા દબાણો દૂર કર્યા હતા. જ્યારે રાજકીય દબાણથી બાકીના દબાણો પર બુલડોઝરો ફેરવવાનું માંડી વાળયું હતું. આ વિવાદ પુનઃ સપાટી પર આવ્યો છે.

ભરૂચના અયોધ્યાનગરમાં કોમન પ્લોટ નં.૮ માં આસપાસના રહીશોએ ગેરકાયદેસર દબાણો ઉભા કરવાનો વિવાદ થોડા મહિના પહેલા છેડાયો હતો. જેમં સામસામે ફરિયાદ થતા આખરે બૌડાએ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસ પહેરા હેઠળ બે દિવસ સુધી કરાયેલી આ કામગીરીમાં બે–ત્રણ મકાનોના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા હતા.જાકે તેમાં પાછળથી રાજકીય દબાણ ઉભું થતા બૌડાએ બાકીના દબાણો દૂર કરવાની કામગીરીને માંડી વાળી હતી.

જેને લઇ સ્થાનિક રહીશોમાં વિરોધ પણ ઉભો થયો હતો.બૌડાએ બાકીના દબાણો દૂર ન કરતા જેમના દબાણો તૂટયા હતા તેમણે પુનઃ દબાણો કરવાની કવાયત હાથ ધરી હતી. જેમાં મકાન નં. ર૬૯૧માં રહેતા રમણભાઇ ગોહિલે થોડા દિવસ પહેલાં ટોઇલેટ–બાથરૂમ માટે બાંધકામ કરવાની શરૂઆત કરી હતી.જેના પગલે આજુ–બાજુમાં રહેતા અતુલભાઇ પટેલ અને કરણસિંહ ઝાલા સહિતના લોકોએ તેમનું બાંધકામ તોડી પાડવા સાથે ઝઘડો કરતા વિવાદ છેડાયો હતો. જેની સામે રમણભાઈએ એ–ડિવિઝન પોલીસ મથકે એટ્રોસીટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

જાકે તેને પણ એક સપ્તાહ જેટલો સમય થઈ જવા છતાં પોલીસે તેમની ધરપકડ નહિં કરતા રમણભાઇ ગોહિલે તેમના પરિવાર સહિત કલેકટરને આવેદન આપ્યું હતું અને ન્યાયની માંગ ઉઠાવી હતી. આ વિવાદીત પ્રકરણમાં તા.૨૧મીના રોજ અતુલ પટેલ અને ગજુ પટેલ અને કિરણસિંહ ઝાલા સહિતના પરિવારોએ આજરોજ જિલ્લા કલેકટરને આવેદન આપ્યું હતું.જેમાં રમણભાઇ ગોહિલભાઇ સામે જાતિવિષયક ખોટું વૈમનસ્ય ઉભું કરતા હોવાનો આક્ષેપ સાથે તેમના વિરૂદ્ધ ખોટી ફરિયાદો દુર કરી અને કોમન પ્લોટમાં થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટેની માંગ ઉઠાવી હતી.

Next Story