Connect Gujarat
ગુજરાત

ભરૂચના કારેલા ગામે NSS કેમ્પનો પ્રારંભ

ભરૂચના કારેલા ગામે  NSS કેમ્પનો પ્રારંભ
X

સમાજમાંથી અંધશ્રદ્ધા દૂર કરવા અંગેના કાર્યક્રમ પણ યોજાયો

ભરૂચના કારેલા ગામે જે.પી કોલેજનો NSS કેમ્પનો પ્રારંભ થયો છે. જેમાં અંધશ્રદ્ધાને સમાજમાંથી દુર કરવા માટે લોક જાગૃતતના પ્રયાસો કરવામાં આવ્યા હતા.

ભરૂચ તાલુકાના કારેલા ગામે જે.પી કોલેજ અને ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે સાત દિવસીય NSS શિબિરનુ આયોજન કરવામાં આવ્યુ છે. શિબિરનો પ્રારંભ કરાવતા NSS કોઓર્ડીનેટર ર્ડા. એ.એન.માલવીયાએ ઉપસ્થિત સ્વયંસેવકોને જણાવ્યુ હતુ કે રાષ્ટ્રને કાજે સમર્પિત થવા માટેનો શ્રેષ્ઠ પ્લેટફોર્મ પૂરુ પાડતુ માધ્યમ એ રાષ્ટ્રીય સેવા યોજના છે. જેના થકી માત્ર શિબિરાર્થી પોતાનો વ્યક્તિત્વ વિકાસ નથી કરતો પણ સાથે એક સારો નાગરીક બને છે. જે સાંપ્રદ સમયમાં દેશના ઉત્તમ વિકાસ માટે ખુબજ જરૂરી છે.

unnamed-12

જયારે આ તબક્કે કોલેજના આચાર્ય ડો.એન.એમ.પટેલે સ્વયં સેવકોને કોલેજનુ નામ રોશન કરવા અને રાષ્ટ્રીય સેવા યોજનાનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.

આધુનિકતા તરફ વિશ્વ આગળ વધી રહયુ છે તેમછતાં હજુ આપણા દેશમાં કુરિવાજો, અંધશ્રદ્ધા સહિતની માન્યતાઓ ઘર કરી ગઈ છે. ભુવાઓ અને બાવાઓ ભોળી પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યા છે. જે અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે અંધશ્રદ્ધાનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો.

unnamed-13

જેમાં અરવિંદભાઈ પંચાલે તાંત્રિકો દ્વારા નાળીયેર તેમજ અન્ય ચીજ વસ્તુઓમાંથી ધુમાડા કાઢી તેમજ લીંબુ માંથી નાડાછડી નો દોરો સોય થી પસાર કરી થતી રાસાયણિક પ્રક્રિયાનું ઉપસ્થિત ગ્રામજનો અને વિદ્યાર્થીઓને નજર સામે પ્રયોગો બતાવી વાકેફ કર્યા હતા. તેમજ લેભાગુ લોકો થી સાવધાન રહીને સુરક્ષિત રહેવા માટે કરવામાં આવ્યો હતો.

NSS અંતર્ગત ગામમાં રહેલ ગંદકી અને કચરો સાફ કરવા સ્વયં સેવકો એ કવાયત હાથધરી છે. આ તબક્કે પ્રોગ્રામ ઓફિસર કે.પી .તાવીયાડ, પ્રો. એન.બી કાપડીયા, પ્રો.નીતાબેન પટેલ, પ્રો.કૈલાસ ચૌધરી, પ્રો.દીપકભાઈ અદ્રુજા, ચેનલ નર્મદાના ડિરેકટર અને કનેક્ટ ગુજરાતના બ્લોગર ઋષિ દવે, સરપંચ સહિત મોટી સંખ્યામાં ગામલોકો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story