Connect Gujarat
ગુજરાત

ભરૂચના ફાટા તળાવ વિસ્તારમાં મકાન ધરાશાયી: 5 લોકો દબાતાં એકનું મોત

ભરૂચના ફાટા તળાવ વિસ્તારમાં મકાન ધરાશાયી: 5 લોકો દબાતાં એકનું મોત
X

દિવાલના કાટમાળ નીચેથી 4 વ્યક્તિને સહી સલામત બહાર કાઢી સારવાર હેઠળ ખસેડાયા

ભરૂચ શહેરના ફાટા તળાવ વિસ્તારમાં આવેલા મહાદેવ મંદિરની બાજુમાં રહેતા પરિવારનું મકાન અચાનક ધરસાયી થયું હતું. મકાનના કાટમાળ નીચે 5 લોકો દબાતા બુમરાણને પગલે સ્થાનિકોમાં નાસ ભાગ મચી હતી. સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડને જાણ કર્યા બાદ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતુ. જેમાંથી 4 લોકોને સલામત રીતે બહાર કાઢી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું.

પ્રાપ્ત વિગત મુજબ ભરૂચના ફાંટા તળાવ વિસ્તારોમાં મહાદેવ મંદિરની બાજુના મકાનમાં રહેતાં કિશોર રાણાની બાજુમાં આવેલા મકાનની દિવાલ ગત રાતે ૩:૩૦ કલાકના અરસામાં કિશોર રાણાના મકાન પર પડ્યું હતું. ધડાકાભેર અવાજ થતાં કિશોર રાણા અને તેમના પત્નિ કોકિલાબેન વહેલાં ઉઠી ગયા હતા. અચાનક મકાન હલતાં કિશોર રાણાએ બુમાં બુમ કરતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="56611,56612,56613,56614,56615"]

જયારે સ્થાનિકોએ બચાવ કામગીરી કરવા જતાં સ્થાનિકો પણ કાટમાળમાં દબાયા હતાં.

બનાવની જાણ ભરૂચ ફાયર બ્રિગેડને કરાતાં લાસ્કરો દ્વારા ઘટનાં સ્થળે પહોંચી મકાનના કાટમાળ માં દબાયેલા લોકોને બચાવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં કિશોર રાણાના પુત્ર કૃણાલ રાણાને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં સફળતા મળી હતી. જેમને તાત્કાલિક સારવાર અર્થે ઇમરજન્સી સેવા 108 દ્વારા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે કાટમાળ નીચે દબયેલા લોકો પૈકી એકનું મોત નિપજ્યું હતું.

Next Story