Connect Gujarat
ગુજરાત

ભરૂચના લાલબજાર વિસ્તારમાં મકાન ધરાશાયી

ભરૂચના લાલબજાર વિસ્તારમાં મકાન ધરાશાયી
X

ભરૂચમાં ચોમાસા દરમિયાન જુના અને જર્જરિત મકાનો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવે છે. શનિવારના રોજ વહેલી સવારે લાલબજાર હાજીપીર કિરમાની વિસ્તારમાં આવું જ એક મકાન ધારાશાયી થતા દોડધામ મચી જવા પામી હતી. મકાનમાં ફસાયેલા પરિવારને લોકોએ સહિસલામત બહાર કાઢ્યા હતા. જોકે બે મજલી મકાન ધારાશાયી થવાના કારણે તેની આસપાસના અન્ય બે મકાનોને પણ મોટાપાયે નુકશાન પહોંચ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના લાલબજાર હાજીપીર કીરમાણી વિસ્તારમાં રહેતા અબ્દુલ શફી અબ્દુલ હકીમ મુલ્લા તેમના પરીવાર સાથે રાિત્રની નીંદર માણી રહ્યા હતા. દરમિયાન વહેલી સવારે અચાનક મકાનની એક દિવાલ ધડાકા સાથે તૂટી પડતા લોકો સફાળા જાગ્યા હતા. અચાનક જ બનેલા બનાવના પગલે પરીવારજનોએ બુમાબુમ કરી મૂકી હતી. દિવાલ ધરાશાયી થવાના કારણે ઘરનો દરવાજો પણ બંધ થઈ જતા બધા મકાનમાં ફસાયા હતા. અબ્દુલશફી મુલ્લાનું મકાન ધરાશાયી થતા તેની આસપાસના અન્ય બે મકાનોને પણ મોટું નુકશાન થયું હતું. ઘટનાના પગલે આસપાસના રહીશો પણ ચોંકી ઉઠયા હતા. મકાન ધરાશાયી થવાની જાણ થતા જ તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જેમણે ઘરમાં ફસાયેલા લોકોમાં ત્રણ દિકરીઓ અને પતિપત્ની સહીત કુલ પાંચ લોકોને સહી સલામત બહાર કાઢયા હતા. ભરૂચ ફાયર બ્રિગેડને જાણ થતા સવારે ફાયરબ્રિગેડના જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જેમણે મકાનને ઉતારવાની કામગીરી હાથ ધરી હતી.

  • મકાન ઉતારવાની કામગીરી દરમિયાન જ દિવાલ ધરાશાયી થતા બે ફાયરમેન ઘવાયા

અબ્દુલશફી અબ્દુલહકીમ મુલ્લાનું મકાન ધરાશાયી થતા ભરૂચના ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળે દોડી જઇ મકાનના કાટમાળને ખસેડવાની અને મકાનના બાકી રહેલા ભાગને ઉતારવાની કામગીરી હાથ ધરી હતી. આ કામગીરી દરમિયાન જ અચાનક મકાનની અન્ય એક દિવાલ ધરાશાયી થઈ હતી. જેમાં ફાયર વિભાગના ફાયરમેન ભીખા વસાવા અને કૃપાલ ગામીત બંનેને ઈજાઓ થઈ હતી. જેમને તત્કાલ સારવાર માટે ભરૂચ સિવિલ ખાતે ખસેડાયા હતા.

Next Story