Connect Gujarat
ગુજરાત

ભરૂચના સેવાશ્રમ હોસ્પીટલ નજીકના કાસની સફાઇ ન થતા રહિશોએ કર્યો હોબાળો

ભરૂચના સેવાશ્રમ હોસ્પીટલ નજીકના કાસની સફાઇ ન થતા રહિશોએ કર્યો હોબાળો
X

ભરૂચના સેવાશ્રમ રોડ ઉપરના હોસ્પીટલની નજીક્ના વરસાદી કાસની પાલિકા દ્વારા સફાઇ ના કરાતા રહીશોએ હોબાળો મચાવી તત્કાલ કાસની સફાઇ હાથધરવા રજૂઆત કરી હતી.

ભરૂચ પાલિકા દ્વારા ચોમાસા પહેલા હાથધરવામાં આવેલ પ્રિ-મોંન્સુન કામગીરીમાં ભરૂચ શહેરના કેટલાક વરસાદી કાસની સફાઇ ના કરવામાં આવતા સામાન્ય વરસાદમાં પણ જળબંબાકાર જેવી સ્થીતીના નિર્માણ સાથે ગટરની દુર્ગંધના કારણે ત્યાંના રહિશોને ઘરના બારણા બંધ કરી ઘરમાં જ પુરાઇ રહેવાનો વારો આવ્યો છે.

સ્થાનિકોના કહેવા મુજબ વારંવાર દર ચોમાસે ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર નજીવા વરસાદમાં પણ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થાય છે.વળી પાલિકાની ધરાર બેદરકારીના કારણે કાસ ઉપરનો સ્લેબ ઠેક ઠેકાણેથી તુટી પડતા આ રોડ ઉપર આવનજાવન કરતા વાહનો કાસમાં ખાબકી રહ્યા છે. તો ગટરના પાણીની અતિ દુર્ગંધના કારણે સ્થાનિકોનું સ્વાસ્થય જોખમાઇ તેવી સ્થિતિ ઉભી થવા પામી છે. પાલિકા દ્વારા તાકીદે આ વરસાદી કાસની સફાઇ કરાવી તેના તુટી ગયેલા સ્લેબને મરામત કરાવાય તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે સ્થાનિકો દ્વારા તેમના પ્રશ્નોને વાચા આપવા બદલ તમામ મિડિયાનો તેમજ મિડિયાકર્મિઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

Next Story