Connect Gujarat
ગુજરાત

ભરૂચની રહેણાંક વિસ્તારમાં મોબાઇલ ટાવરનો વિરોધ કરી મંજૂરી રદ કરવા માંગ

ભરૂચની રહેણાંક વિસ્તારમાં મોબાઇલ ટાવરનો વિરોધ કરી મંજૂરી રદ કરવા માંગ
X

ભરૂચ નગરપાલિકામાં ઉગ્ર રજૂઆત કરી મોબાઇલ ટાવર ની મંજૂરી રદ્દ કરવાની મહિલાઓની માંગ

ભરૂચના જંબુસર રોડ પરની મોરલ હાઇલેન્ડ સોસાયટીમાં પોતાના એક માળના મકાન ઉપર મકાન માલિક દ્વારા મોબાઇલ ટાવર ઉભો કરવાની પૈરવીનો બાજુની સોસાયટીના રહીશો દ્વારા ઉગ્ર વિરોધ કરી ભરૂચ નગર પાલિકા ખાતે ટાવરની મંજૂરી રદ્દ કરઅવાની માંગ કરાઇ હતી.

ભરૂચ નગરપાલિકા ખાતે મોબાઇલ ટાવરનો વિરોધ કરવા આવેલ મહિલાઓના જણાવ્યા અનુસાર તેઓ ભરૂચના જંબુસર રોડ ઉપર આવેલ મુમતાઝ પાર્ક કૉ-ઓપ હાઉસીંગ સોસાયટીમાં પરિવાર સાથે રહે છે. તેમની જ સોસાયટીને અડીને આવેલ મોરલ હાઇલેંન્ડ સોસાયટીના રહીશ દિલાવર વ્હાલુવાળા દ્વારા તેમના એક માળના મકાન ઉપર પર્યાવરણને નુકશાન કર્તા, સ્વાસ્થયને નુકશાન કરતો મોબાઇલ ટાવર ઉભો કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

જેનો મુમતાઝ પાર્કના તમામ રહીશો સખત વિરોધ કરીએ છીએ, વળી સોસયટીન તમામ સભ્યો દ્વારા મીટીંગ કરી ને પણ દિલાવરભાઇને સમજાવવા પ્રયત્નો કર્યા હોવા છતાં તેમના દ્વારા મોબાઇલ ટાવર ઉભો કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેથી ઉભા કરાતા આ મોબાઇલ ટાવરના રેડિયેશનથી સ્વાસ્થય માટે જોખ રૂપ હોઇ સ્વાસ્થયને નુકશાન થતું હોઇ આખી સોસાયટીના રહીશો દ્વારા તેનો વિરોધ નોંધાવીએ છે.

વધુમાં તેમણે પોતાની રજૂઆતમાં જણાવ્યું કે તેમની સોસાયટીમાં કેટલાક વડીલો સહિત નના બાળકો પણ રહે છે અને કેન્સર પિડિત લોકો પણ રહે છે. જેમનું રહેઠાણ પણ આ ટાવરની નજીકમાં જ આવેલ હોઇ તે તમામની રજૂઆતને ધ્યાને લઈ તાત્કાલિક અસરથી આ ટાવરની મંજૂરી રદ્દ કરવાની માંગ કરવામાં આવી હતી.

Next Story