Connect Gujarat
ગુજરાત

ભરૂચની SVMIT કોલેજના વિદ્યાર્થીઓએ બનાવ્યું ભારતનું પહેલું હેગીંગ થ્રીડી પ્રિન્ટીંગ મશીન

ભરૂચની SVMIT કોલેજના વિદ્યાર્થીઓએ બનાવ્યું ભારતનું પહેલું હેગીંગ થ્રીડી પ્રિન્ટીંગ મશીન
X

ભરૂચની શ્રી સદવિદ્યા મંડળ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી તેના સંશોધનાત્મક શિક્ષણ માટે વખણાય છે. છેલ્લા ત્રણ–ચાર વર્ષથી કોલેજના પ્રિન્સીપાલ ડો. શશાંક થાનકી સહિત ટેલી કોમ્યુનિકેશનના વડા નિશાંત પરમાર અને મિકેનીકલ એન્જીનીયરીંગના પ્રાધ્યાપક જયદીપ શાહના માર્ગર્શન હેઠળ થ્રીડી હેગીંગ પ્રિન્ટીંગ મશીન બનાવવાની દિશામાં કાર્ય ચાલતું હતું. અત્યાર સુધી નાના થ્રીડી પ્રિન્ટીંગ મશીન ઉપલબ્ધ છે. પરંતુ મોટા ઓબ્જેકટ કે મોડેલ બનાવવા મોટા કદના મશીન ઉપલબ્ધ નથી. જે બનાવવા માટે કોલેજના ફેકલ્ટી અને વિદ્યાર્થીઓ મહેનત કરી રહયા હતા. જેમાં વિશાલ ગોહિલ, સુજ ગુરુંગ, તેજેન્દ્ર ગોહિલ, દક્ષેસ ગોહિલ, સૈફ પઠાણ, શેખાવત તેજસિંહ સહિતના વિદ્યાર્થીઓ જાડાયા હતા.

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="85181,85183,85184,85185,85186,85187,85188,85189"]

પહેલા નાનું થ્રીડી મશીન એસેમ્બલ કરી તેમાંથી જ હેંગીંગ મશીનના પાર્ટ બનાવ્યા હતા. જેમાં પહેલા એસ.બી.એસ. (એક્રિલો બ્યુટાઇન સ્ટાઇરીન) અને પી.એલ.એ. (પોલી લેકટીક એસીડ)ના દાણામાંથી વાયર બનાવવાનું મશીન બનાવી તેના ઉપયોગથી હેîગીંગ મશીનના પાર્ટ બનાવ્યા હતા અને આ પાર્ટસ સહિતના સાધનોનો ઉપયોગ કરી થ્રીડી હેગીંગ મશીન બનાવી કોલેજના વિદ્યાર્થીઓએ ભારતનું પહેલું મશીન બનાવવાનું ગૌરવ કોલેજ અને ભરૂચને અપાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે હાલ ટેકનોલોજીનો યુગ ચાલી રહયો છે અને ભારત સરકાર પણ મેક ઇન ઇન્ડીયા તથા સ્ટાર્ટ અપ ઇન્ડિયા માટે પ્રોત્સાહન આપી રહી છે તેવા સમયમાં એસ.વી.એમ.આઇ.ટી. કોલેજના વિદ્યાર્થીઓએ થ્રીડી હેગીંગ પ્રિન્ટીંગ મશીન બનાવી ભારતીય ટેકનોલોજીના ક્ષેત્રનું એક સુવર્ણપાન લખ્યું છે તેમ કહેવાય.

કોલેજના પ્રાધ્યાપક અને વિદ્યાર્થીઓના આવિષ્કાર બદલ પ્રિન્સીપાલ ડો. શશાંક થાનકીએ તેમને અભિનંદન આપી જણાવ્યું હતું કે આજના સ્પર્ધાત્મક સમયમાંઆવા ઇનોવેટીકલ પ્રોજેકટ વિદ્યાર્થી અને આન્ત્રપ્રિનિયોર બનાવવામાં મદદરૂપ થશે.

  • કઇ રીતે થાય છે થ્રીડી પ્રિન્ટીંગ

કોઇપણ વસ્તુને સ્કેન કરી પહેલા કોમ્પ્યુટરમાં થ્રીડી ઓબ્જેક્ટ બનાવવામાં આવે છે. ત્યારબાદ થર્મોપ્લાસ્ટીકના વાયરને મેલ્ટ મશીનમાંથી પસાર કરવામાં આવે છે. જેમાં વાયર મેલ્ટ થઇ બહાર આવે છે. થ્રીડી ઓબ્જેક્ટ પ્રમાણે લિકવીડ બનેલ થર્મોપ્લાસ્ટીકના લેયર બનતા જાય છે. જે આખરે એક મોડેલને આકાર આપે છે.

  • ક્યાં ઉપયોગ થઇ શકે

છેલ્લા કેટલાક વર્ષોથી થ્રી–ડી પ્રિન્ટીંગના ક્ષેત્રે વિકાસ થયો છે. એરોનોટિકસ, એન્જીનીયરીંગ, ફેશન ડિઝાઇનીંગ, શિક્ષણ અને ફાસ્ટ મુવિંગ કન્ઝયુમર ગુડસ જેવા ક્ષેત્રમાં આ તકનીકથી ઘણો ફાયદો થશે એટલું જ નહિં અત્યાર સુધીમાં થર્મો પ્લાસ્ટીકના સાધનો બનાવવામાં કટીંગ અને પેસ્ટીંગ તથા બ્લોક પધ્ધતિ અપનાવવામાં આવતી હતી જેમાં વેસ્ટ મટીરીયલની સમસ્યા રહેતી હતી. જ્યારે થ્રીડી હેગીંગ મશીનમાં ઝીરો વેસ્ટ રહે છે.

  • સ્ટાર્ટઅપ ઇન્ડિયા હેઠળ ૭પ૦૦૦ની સહાય મળી

કોલેજના મીકેનીકલ એન્જીનીયરીંગના પ્રાધ્યાપક જયદીપ શાહના કહેવા મુજબ આ પ્રોજેક્ટ માટે ભારત સરકારની ઇનોવેશન અને સ્ટાર્ટઅપ નીતિ અંતર્ગત રૂપયા ૭પ૦૦૦ની સહાય મળી હતી. જેમાં છ થી આઠ મહિનાની મહેનત બાદ થ્રીડી હેગીંગ મશીન બનાવવામાં સફળતા મળી છે. એફ.ડી.એમ. આધારિત ડેલ્ટા થ્રીડી પ્રિન્ટર તેના અનન્ય ફ્રેમલેસ ડિઝાઇન માટે મહત્વપૂર્ણ બની રહેશે.

Next Story